Kutch Kanoon And Crime
Breaking NewsInternationalSpecial Story

ભવિષ્યમાં આતંકી હુમલાને યુદ્ધ માનવામાં આવશે એવી શરત સાથે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ માટે તૈયાર : અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્વિટ કર્યું…

વિદેશ મંત્રાલય દ્વારા પુષ્ટિ…

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મધ્યસ્થી કરાઇ…

કાશ્મીરના પહલગામમાં 26’નિર્દોષ નાગરિકોની હત્યા કરીને પાકિસ્તાન સમર્થિત આતંકીઓએ આતંકી હુમલાને અંજામ આપ્યા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે બગડેલા સંબંધો ના કારણે બંને દેશો વચ્ચે છેલ્લા ચાર દિવસથી યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ભારતે આતંકી હુમલાના બદલા રૂપ પાકિસ્તાન સ્થિત આતંકી અડ્ડાઓ પર હુમલા કરીને પાકિસ્તાન સમર્પિત મોટા ગજાના પાંચ જેટલા ખૂંખાર આતંકી આકાઓ સહિત અનેક આતંકીઓનો “ઓપરેશન સિંદૂર” હેઠળ ખાતમો બોલાવ્યા બાદ પાકિસ્તાન દ્વારા રીતસર ભારત સામે નાપાક હરકત કરી યુદ્ધ છેડી દેવાયું હતું અને માનવ રહિત ડ્રોન ભારતની સીમામાં મોકલીને ભારતમાં હુમલા કરવાના નાપાક પ્રયાસો થયા હતા. જેને ભારતીય સૈન્યએ નિષ્ફળ બનાવ્યા બાદ પાકિસ્તાન સ્થિત લશ્કરી મથકો અને આતંકી અડ્ડાઓ પર ભારતીય વાયુ દળ દ્વારા અનેક હુમલા કરીને પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થાને રફેદફે કરાતા બેબાકડા બનેલા પાકિસ્તાન દ્વારા ભારત સામે અનેક પ્રકારે પરોક્ષ હુમલા કરીને નુકસાન કરવાની ચેસ્ટા થઈ હતી જેનો ભારતીય સૈન્યની ત્રણેય પાંખો દ્વારા જડબાતોડ જવાબ અપાતા પાકિસ્તાન બેબાકળુ બની ગયું હતું. એક તરફ પાકિસ્તાનમાં વોટર સ્ટ્રાઈક બાદમાં સર્જીકલ સ્ટ્રાઈક સહિતના ભારતના પગલાએ પાકિસ્તાનનીઓની કમર તોડી નાખ્યા બાદ આખરે તે સીધી લીટીમાં આવી ગયું હતું અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઘુંટણીએ પડ્યા બાદ આખરે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થી કરતા આજે બંને દેશો વચ્ચે સાંજે 5 : 00 વાગ્યાના અરસામાં “સીઝ ફાયર” જાહેર કરાયું હતું. મળતી સત્તાવાર માહિતી પ્રમાણે પાકિસ્તાને એકમેક સામેની સૈન્ય કાર્યવાહી અટકાવવા નિર્ણય કર્યો હતો બંને દેશના ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઓપરેશન્સના વડાઓની બેઠકમાં નિર્ણય આજે સાંજે પાંચ વાગ્યાથી બંને દેશો એકમેક સામેનું ફાયરીંગ બંધ કરશે. જેમાં જળ, જમીન અને આકાશી સૈન્ય કાર્યવાહી અટકાવવા નિર્ણય લેવાયો છે અને બંને દેશના સૈન્ય વડાઓ વચ્ચે ફરી ૧૨’મેના રોજ બેઠક યોજાશે જેની વિગતો ભારતના વિદેશ સચિવ વિક્રમ મીસરીએ આપી સત્તાવાર જાણકારી. નોંધનીય છે કે ભારતના પાકિસ્તાન પર વળતા જવાબમાં પાકિસ્તાનના મહત્વના ચાર એરબેજ પણ લગભગ નષ્ટ થઈ ગયા છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

LCBના તેડાથી ભયભીત થઈને ઝેરી દવા પી લેનાર સમાઘોઘાના યુવાને આરોપી કાર લઇ ગયો ત્યાં સુધી મૌન કેમ ધર્યું હતું…?

Kutch Kanoon And Crime

અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન દ્વારા વાર્ષિક ટ્રેડ મીટ-2021નું આયોજન કરવામાં આવ્યું

Kutch Kanoon And Crime

“આપણું માસિક, આપણી વ્યવસ્થા” હેતુ સાથે CSPC ધ્વારા માસિક દિવસની ડિજિટલ ઉજવણી કરવામાં આવ

Leave a comment