Kutch Kanoon And Crime
BhujBreaking NewsCrimeGujaratKutch

અંજાર અને રતનાલના અનેક લોકોને લોન અને સરકારી યોજનાઓના લાભ અપાવવાના નામે સીસામાં ઉતારતો ભુજનો યુવાન અંજારમાં લોકોના સાથે ચડી ગયો…

ભુજમાં પણ એક યુવતીને ઓનલાઇન સીસામાં ઉતારવાનો નિષ્ફળ પ્રયાસ….

મોબાઈલ ફોન પર સરકારી યોજનાઓ અને લોનનની લાલચ આપી ઠગાઈના બનતા બનાવોને અંજામ આપનારા મોટાભાગના આવા તત્વો હોય છે તેનું એક પ્રમાણ સામે આવ્યું છે અંજાર અને રતનાલના 22 જેટલા લોકોને સીસામાં ઉતારનાર ભુજનો અક્રમ સુમરા નામનો યુવાન અંજારના વિજય નગર વિસ્તારમાં લોકોના હાથે ચડી જતા આખી ઠગાઈની ઘટનાનો પર્દાફાશ થયો હતો જો કે આ અંગે પોલીસ ફરિયાદ થઈ છે કે કેમ તેની વિગતો હતી મળી નથી પરંતુ લોકોને શીશામાં ઉતારતો યુવાન લોકોના હાથે ચડી ગયા બાદ તે પોપટની જેમ બધું જ બકી ગયો હતો. લોકોએ સારો એવો મેથીપાક ચખાડતા અક્રમની અક્કલ પરત આવી ગઈ હતી. આવી ઘટનાઓ રોજિંદી બની છે ત્યારે વિવિધ સરકારી યોજનાઓ અને લોન ઈચ્છુક લોકોએ જાગૃત થવાની જરૂર છે જેથી આવા લુખ્ખા તત્વો ગેરફાયદો ઉઠાવી ન જાય. તો ભુજમાં પણ યુવતી સાથે ઓનલાઇન સીસામાં ઉતારવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો જો કે અનિતા પુજારા નામની આ યુવતીએ જાગૃતતા બતાવતા આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. આવા કિસ્સા વધી રહ્યા છે ત્યારે લોકોએ જાગૃત રહેવાની જરૂર છે.

(નોંધ – સોશિયલ મીડિયાયામાં વાયરલ થયેલ વીડિયો)
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ખીરસરા (કોઠારા)ના ગુમ થયેલા ક્ષત્રિય યુવાનની તિક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરાયેલી લાશ મળી

અંજાર પોલીસે 29,53,900/- મુદામાલ સાથે દારૂ અને ચોખા ઝડપ્યા

સુરજબારી ચેક પોસ્ટની મુલાકાત લેતા પૂર્વ કચ્છ SP પરીક્ષિતા રાઠોડ

Kutch Kanoon And Crime

Leave a comment