(અલ્પેશ પ્રજાપતિ – ભચાઉ) ચાર મહિના અગાઉ જ લગ્નગ્રંથીથી જોડાયેલ એક કોલી સમાજના દંપતિ ગળે ફાંસો ખાધેલી હાલતમાં ભચાઉ તાલુકાના ચોબારી ગામની સીમમાંથી મૃત અવસ્થામાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે બંનેની લાશ કબજે લઈ PM માટે મોકલી આપી છે. મળતી માહિતી પ્રમાણે ખીમજી કોળી ઉંમર વર્ષ 28 અને તેની પત્ની હનાબેન ઉંમર વર્ષ 25 નામના મરણ જનાર દંપતિએ આત્મહત્યા કરી છે કે કેમ અથવા આત્મહત્યા શા માટે કરી તે અંગેની તપાસ હાથ ધરાઇ છે. આ ઘટનાએ ભચાઉ પંથકમાં સનસનાટી સાથે અરેરાટી ફેલાવી દીધી છે ચાર મહિના અગાઉ જ લગ્નગ્રંથિથી જોડાયેલ દંપતિ સજોડે આત્મહત્યા કરે એ વાત આશ્ચર્યજનક છે કે પછી કોઈએ બન્ને પતિ પત્નીની હત્યા કરી લાશને લટકાવી દીધી છે. પોલીસે પણ આ ઘટનાની ગંભીરતા પૂર્વક તપાસ હાથ ધરી છે. દરમિયાન પ્રાથમિક રીતે મળતી માહિતી પ્રમાણે આ દંપતિ બે થી ત્રણ દિવસ અગાઉ આત્મહત્યા કરી હોવાની શક્યતા છે. મળી આવેલા મૃતદેહોની સ્થિતિ પ્રમાણે આ બંનેના મૃત્યુ બે થી ત્રણ દિવસ અગાઉ થયા હોવાની શક્યતા જોવાય છે જોકે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. દરમિયાન સજોડે કથિત આત્મહત્યા કરી લેનાર દંપતિની લાસો જમીન પર ઘુટણ ઉપર ટકેલી મળી છે ત્યારે આ આખી ઘટનાએ આત્મહત્યા કે હત્યા એ બાબતે રહસ્યના તાણાવાણાં સર્જ્યા છે. ત્યારે આ બાબતને ગંભીતા પૂર્વક તપાસ કરવી પણ જરૂરી છે
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334