Kutch Kanoon And Crime
BhachauBreaking NewsCrimeGujaratKutch

ભચાઉના કાનમેર અને જોધપર વાંઢ વચ્ચે ઘુડખર અભ્યારણ વિસ્તારમાં બનેલી ફાયરિંગની ઘટનામાં ઘાયલ યુવાનનું સારવાર દરમિયાન મોત

ભચાઉ તાલુકાના કાનમેર અને જોધપર વાંઢ વચ્ચે આવેલ ઘુડખર અભ્યારણ વિસ્તારમાં મીઠાના આવેલા એક જૂના કારખાનાના કબ્જા મામલે ગત સોમવારે સાંજના ભાગે ફાયરિંગ અને હુમલામાં ચાર જણા ઘાયલ થયા હતા. આ મામલે 17 જેટલા આરોપીઓ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયા બાદ હજુ સુધી એક પણ આરોપી પકડાયો નથી કે આ મામલે કોઈ ઠોસ કાર્યવાહી પણ થઈ નથી તેની વચ્ચે ઘાયલ થયેલ ચાર પૈકી દિનેશ કોળી નામના એક યુવાનને માથામાં ગોળી વાગ્યા બાદ આજે દિનેશ કોળીનું મોત થયાનું જાણવા મળેલ છે આ ગંભીર ગેંગવોર જેવી ઘટના થતા પૂર્વક જ પોલીસ પ્રશાસન દ્વારા હજુ સુધી કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવ્યું હોય તેવું દેખાતું નથી. બીજી તરફ આ ઘટના ઘુડખર અભ્યારણ વિસ્તારમાં બન્યા છતાં જંગલ ખાતાએ પણ મૌન સેવી લેતા તરેહ તરેહની ચર્ચા સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. નોંધનીય છે કે ઘુડખર અભ્યારણ વિસ્તારમાં મીઠાના જુના કારખાનાના કબ્જા મામલે આ ઘટના બની હતી જેમાં 17 જેટલા આરોપીઓ ઘટનાના દિવસે ફોર્ચ્યુનર, સ્વિફ્ટ, ક્રેટા, બોલેરો અને જીપ જેવા વાહનો લઈને ઘાતક હથિયારો સાથે આવ્યા હતા અને ઘાતક હથિયારોથી હુમલા સાથે ફાયરિંગ કર્યું હતું જેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા છે તેમ છતાં આ ઘટનાને 72 કલાકથી વધુ સમય વીતી ગયા છતાં પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લીધી નથી હવે એક શખ્સનું મોત થતાં આ ઘટના હત્યામાં પરિણમી છે.

પ્રકાશિત નિતેશ ગોર – 982584334

Related posts

ભુજમાં મધ્ય રાત્રે ATM લૂંટવા લુટારુઓ ફાયરીંગ કરતા ખળભળાટ

Kutch Kanoon And Crime

રાજકોટની હોટલમાં પ્રેમિકાની હત્યા કર્યા બાદ એસિડ પી લેનાર ક્ચ્છના પ્રેમીનું 17 દિવસની સારવાર બાદ મૃત્યું

Kutch Kanoon And Crime

ગાંધીધામમાં ઈનરવ્હીલ ઈનફિનિટી બહેનો દ્વારા BSF સૈનિકો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઇ…

Kutch Kanoon And Crime

Leave a comment