Kutch Kanoon And Crime
Breaking NewsBhujCrimeGujaratKutch

ખારી નદી નજીક આવેલ પુલીયા પરથી પટકાયેલા બે અજાણ્યા યુવકોના મોત

ભુજ ફાયર સ્ટેશનની ઘટના સ્થળે પહોંચેલી ટીમ દ્વારા બને યુવકોના મૃતદેહ બહાર કઢાયા…

આજે મોડી સાંજે લગભગ 8 – 15 ના અરસામાં ખારી નદીથી કોડકી જતા માર્ગ પર આવેલ એક પુલિયા પરથી બે યુવકો કોઈ અગમ્ય કારણોસર નીચે પડતા બંને યુવાનોના મોત થયાનું જાણવા મળે છે. ભુજ ફાયર સ્ટેશનને કોઈ વ્યક્તિ દ્વારા ફોન આવતા ઘટના સ્થળે પહોંચેલી ફાયર સ્ટેશનની ટીમ દ્વારા તપાસ હાથ ધરીને નીચે પટકાયેલા બંન્ને લોકોને બહાર કઢાયા હતા પરંતુ બંને યુવકો ગંભીર ઇજાઓ થવાથી અને પાણીમાં ડૂબી જતાં મોત થયાનું જાણવા મળે છે. ભુજ ફાયર સ્ટેશનની ટીમના ઓફિસર સચિન પરમાર સાથે રવિરાજ ગઢવી, નરેશ લોહરા, ફાયરમેન રફીક ખલીફા, હિરજી ખાંભલીયા, કમલેશ મતિયા, કરણ જોશી, વિનોદ લોહરા વગેરે જોડાયા હતા. આ બંને યુવકોના મૃતદેહ PM માટે હોસ્પિટલમાં ખસેડી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. નોંધનીય છે કે આજે સવારે પણ ભુજના હમીરસર તળાવમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યાં આજે સાંજે ખારી નદી રોડ પર બીજી ઘટના બનતા શહેરમાં ચકચાર સાથે અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ફ્રિજ પર રાખેલો ફોન પડી જવાથી તૂટી જતાં પત્નીને જીવતી સળગાવી નાખનાર પતિને આજીવન કેદની સજા

Kutch Kanoon And Crime

પશ્ચિમ ક્ચ્છ પોલીસ અધિકારીઓ દ્વારા ભુજમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

Kutch Kanoon And Crime

અપહરણના કેસમાં આરોપી તેમજ ભોગ બનનારને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી કોઠારા પોલીસ

Kutch Kanoon And Crime

Leave a comment