Kutch Kanoon And Crime
Breaking NewsBhujCrimeGujaratKutch

રાતોરાત કરોડપતિ બનવા તોડ કરતા ફોલ્ડરિયા પ્રતિનિધિ સહિત તંત્રીની પણ ધરપકડ

કચ્છમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલ કહેવાતા પત્રકારોના કારણે મીડિયા જગત બદનામ થઈ રહ્યું છે પરંતુ મીડિયા ક્ષેત્રે જવાબદાર તંત્રોની બેદરકારી અથવા તો આંખ આડા કાન કરવાની નીતિના કારણે અનેક તોડબાજ બટાટાની જેમ ઉપસી આવ્યા છે અને અવનવા પ્રકારે “પેમ્પલેટ” છાપી લોકોને ધમકાવી બદનામ કરવાની ધમકી આપી ખિસ્સા ખંખેરવા લાગ્યા છે. તાજેતરમાં આવી જ એક ઘટના માધાપર નજીક ભુજોડી પાસે બની છે જેમાં અગાઉ પણ પૂર્વ કચ્છના અંજાર પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદમાં નોંધ પ્રમાણે તે વિસ્તારમાં તોડ કરવા જતા પોલીસ ચોપડે ચડી ચૂકેલ ભુજથી પ્રસિદ્ધ થતા સાપ્તાહિકના તંત્રી અને તેના ફોલ્ડર પ્રતિનિધિને પકડી પાડવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોની સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે બોર્ડર રેન્જ I.G., શ્રી જે.આર. મોથાલીયા અને પશ્ચિમ કચ્છ ઇન્ચાર્જ S.P., ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે ભુતિયા પત્રકારોને શોધી કાઢવાની કવાયત દરમિયાન તાજેતરમાં ગત ૨૫’મી જુને ભૂજોડી નજીક આવેલ શ્યામ હોટલના માલિક મનોજકુમાર મોહનલાલ પાટડીયાને ભુજથી પ્રસિદ્ધ થતા મનાતા કલાપી સાપ્તાહિકના તંત્રી વિમલ સોની અને તેનો ફોલ્ડરીયો ભાવેશ કાનજી ભાનુશાળીએ મનોજ પાટડીયાને કહ્યું કે, તમે બહુ કમાવો છો માટે તમારે 30 થી 40 હજાર રૂપિયા દર મહિને આપવા પડશે અને એક લાખની કિંમતનો મોબાઈલ ફોન અપાવવાની અને તેમ ન કરો તો અમે પત્રકાર છીએ અને કલાપી સાપ્તાહિકમાં અહેવાલ આપીને તમને બદનામ કરી દેશું તેવી ધમકી આપેલી. આ સંબંધે ગુનો નોંધાયા બાદ આજે વિમલ સોની અને ભાવેશ ભાનુશાલીને પકડી પાડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે આવા ફોલ્ડરિયાઓ સામે અગાઉ અંજાર ખાતે પણ બ્લેકમેલ કરી ધમકી આપવા સંબંધે ગુનો નોંધાઈ ચૂક્યો છે. આવા ભુતીયા અને તોડબાજ પત્રકારોના કારણે પત્રકાર જગત બદનામ થઈ રહ્યું છે. ત્યારે પોલીસ પ્રશાસને પત્રકારોની હલન ચલન પર ધ્યાન આપી, તેઓ દ્વારા “પેમ્પલેટ” રૂપે વાયરલ થતા સમાચારો પર વોચ રાખી ખરાઈ કરી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈયે. નહી તો હવે પત્રકાર વ્યવસાય સમાજ અને દેશ માટે ખતરા રૂપ સાબિત થઇ રહ્યો છે. આવા ઘણ્યા ગાંઠયા પત્રકારોના લીધે હાલ સમગ્ર પત્રકાર વ્યવસાય શંકાની નજરમાં જોવાય છે.

પ્રકાશિત નિતેશ ગોર : 9825842334

Related posts

કાળજુ કંપાવી દે તેવી ઘટના : ભુજ નજીક ઝાડીઓમાં એક માસની બાળકીને કોઈ મૂકી ગયું…

Kutch Kanoon And Crime

પાંચ આંકડાનો પગાર મેળવતા તલાટી ફક્ત 1500 રૂપિયાની લાંચમાં સપડાયા

Kutch Kanoon And Crime

સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે સાંસદશ્રી વિનોદ ચાવડાના જન્મદિન નિમિત્તે આરોગ્ય સુરક્ષા કવચ મફતમાં અપાસે

Kutch Kanoon And Crime

Leave a comment