Kutch Kanoon And Crime
Breaking NewsBhachauCrimeGujaratKutch

ભચાઉ ખાતેથી એક યુવક અને યુવતી MD ડ્રગ્સ સાથે ઝડપાયા

પૂર્વ કચ્છ SOG પોલીસે ભચાઉ ખાતે એક યુવક અને યુવતીને 3220 ગ્રામ કિંમત રૂપિયાના 32,200/-ના MD દ્રગ્સ સાથે ઝડપી લીધા હતા. પૂર્વ કચ્છ SOG પોલીસે આપેલી માહિતી પ્રમાણે ભચાઉ ખાતે બાતમીના આધારે GEB ચાર રસ્તા નજીકથી પસાર થતાં હાજીશા ઉર્ફે બબો હૈદરઅલી ભચલશા શેખ રહે ટાટા નગર, ભચાઉ, તથા લક્ષ્મીબેન જેસંગભાઈ બચુભાઈ સોલંકી રહે બાદરગઢ, રાપરને ઝડપી લઇ તેમના કબ્જામાંથી 3220 ગ્રામ કિંમત રૂપિયા 32,200/-ના MD ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા. વધુમાં તેઓને 5,58,200/- ના મુદામાલ સાથે ઝડપી બને સામે નારકોટીક્સ એકટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે. કચ્છ જિલ્લામાં MD ડ્રગ્સ ઝડપાયાની ઘટનાઓ ઉપરા ઉપરી બનવા લાગી છે જેને લઇને કચ્છમાં પણ નશાકારક પદાર્થોનું વેચાણ માટે નેટવર્ક સક્રિય હોવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. આ કાર્યવાહીમાં SOG, PI, એસ.એન. ગદ્દુ, તેમજ PSI, એમ.એમ. ઝાલા સહિત સ્ટાફ સાથે રહ્યો હતો.

અહેવાલ – દિનેશ જોગી પૂર્વ કચ્છ

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

અંજાર તાલુકાના લાખાપર ગામે આઠ લાખના ખર્ચે પેવર રોડ બનશે

Kutch Kanoon And Crime

ઘરમાં જ પરિવાર સાથે રહીને સોશિયલ ડિસ્ટન્સીની સલાહ આપનાર બીગ બી અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોરોના પોઝિટિવ આવતા અનેક સવાલ ઉભા થયા

મોટી સિંધોડી દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં વધુ 10 ચરસના પેકેટ મળી આવ્યા

Kutch Kanoon And Crime

Leave a comment