Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

પાંચ આંકડાનો પગાર મેળવતા તલાટી ફક્ત 1500 રૂપિયાની લાંચમાં સપડાયા

પત્રી ગામના ફરીયાદીની પોતાની પત્નિના નામે રાષ્ટ્રીય પછાત વર્ગ નાણાં અને વિકાસ નિગમ, નવી દિલ્હી અને રાજ્ય સરકાર દ્રારા અમલીત સીધા ધિરાણ ’’Small Business’’ યોજના હેઠળ ગોપાલક વિકાસ નિગમ ગાંધીનગર ખાતેથી રૂ.૨,૦૦,૦૦૦/-ની (બે લાખ) લોન મંજુર થયેલ હતી જે લોનના જામીનદારના મકાનના આકારણી પત્રકમાં સહી સિક્કા સાથે પ્રમાણપત્ર મેળવવા માટે આરોપીએ ફરિયાદી પાસેથી રૂ. ૧૫૦૦/- ની લાંચની માંગણી કરેલ, જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરીયાદીએ ACBમાં ફરીયાદ કરતા ACB દ્વારા ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી પાસે લાંચની માંગણી કરી રૂપિયા ૧૫૦૦/- સ્‍વીકારતા રંગે હાથે ઝડપાઇ ગયા. આ સફળ કામગીરી કરનાર અધિકારી શ્રી પી.કે.પટેલ, પોલીસ ઇન્સ્પેટર કચ્‍છ (પશ્વિમ) ACB પો.સ્‍ટે. કચ્છ (ભુજ) અને સ્‍ટાફ સાથે રહ્યું હતું. સુપર વિઝન અધિકારી શ્રી કે.એચ.ગોહિલ મદદનિશ નિયામક, ACB બોર્ડર એકમ, ભુજ-કચ્‍છ. આરોપી મિતલબેન ભગવતીપ્રસાદ રાવલ તલાટી કમ મંત્રી ગામ પત્રી ગ્રામપંચાયત તા.મુંદરા,જી-કચ્છ (ભુજ) વર્ગ-૩ના કર્મચારી છે.

સ્ટોરી સમીર ગોર મુન્દ્રા દ્વારા

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

અંજાર તાલુકાના લાખાપર ગામે આઠ લાખના ખર્ચે પેવર રોડ બનશે

Kutch Kanoon And Crime

રાપર તાલુકાના લાખાગઢ ગામે લગ્નના માંડવે ધીંગાણું ભાજપના ગાંધીધામ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના પતિની હત્યા

Kutch Kanoon And Crime

મુન્દ્રા પોલીસ મથકમાં ચોરીની શંકામાં અટક કરાયેલ ગઢવી યુવાનનું શંકાસ્પદ મોત

Kutch Kanoon And Crime

Leave a comment