Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaCrimeGujaratKutchSpecial Story

ચરસના પેકેટો પાછળ પણ તોડ થઈ જાય છે..? : સૂત્રો

 

 

(નોંધ – આ ફોટોગ્રફ્સ ફાઈલ છે)

(સબ કે સબ ચોર હે…! એક કો ભી નહિ છોડેંગે…!)

તાજેતરમાં અબડાસા તાલુકાના મોટી સિંધોડી ગામના બે યુવકો ચરસના એક પેકેટ સાથે પકડાયાની ઘટનામાં સનસનીખેજ ઘટસ્ફોટ થવાની શક્યતા જોવાઇ રહી છે. સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે પકડાયેલા બન્ને યુવકો અબડાસાના એક પોતાને વઝીરેઆઝમ માનતા શખ્સને આ ચરસનો પેકેટ આપવાના હતા જે અગાઉ લગભગ પંદરથી સોળ પેકેટ આગળ પાછળ કરી ચુક્યો હોવાનું સંભળાય છે. કહેવાય છે કે બંને આરોપીઓ પૈકી એક યુવક પાસે આ છેલ્લું પેકેટ બચેલું હતું અને સંબંધિત આરોપીને સંબંધિત વજીરેઆઝમ માનતા ઇશમ પાસેથી રૂપિયા ૧.૭૦ લાખ લેવાના થતા હતા આ બાબતે બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી બાદમાં એક પેકેટ આપી દેવાનું નકકી થતાં કોઈ અગમ્ય સંજોગોમાં આ બાતમી લીક થઈ અને બન્ને યુવકો પકડાઈ ગયા છે. (સંભવત બાતમી આપી ગોઠવણ કરાઇ) સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચરસના પેકેટ સાથે સંબંધિત યુવકને પકડી લેવાની અગાઉથી ગોઠવણી થઈ ચૂકી હતી એની પાછળ “ઠંડી પાણીએ ખસ જાય” તેવી ગોઠવણ થઈ હોવાનું મનાય છે પરંતુ બાદમાં બંને યુવકોની પૂછપરછ દરમિયાન સંબંધિત વજીરે આઝમના હાથે અત્યાર સુધી લગભગ 16 પેકેટ સગે વગે થયાનું સ્પષ્ટ થતાં આ મામલે વજીરેઆઝમ પર પણ કાયદાનો સકંજો કશી દેવાતાં આખરે આ મામલે ૭ થી ૧૦ લાખ જેવી રકમ વપરાયાનું ઉચ્ચકક્ષાએ ધ્યાનમાં આવતા સ્ટેટ મોનીટરીંગ સેલ સુધી અને પશ્ચિમ કચ્છ SP સુધી આ મામલો પહોંચી જતા ઊંડાણપૂર્વકની તપાસ કરાઈ રહી છે જોકે આ 7 થી 8 લાખ જેવી માતબર રકમ તોડ પેટે કોણે મેળવી એ સ્પષ્ટ થયું નથી પરંતુ આગામી દિવસોમાં માંડવી “ઘઉં કાંડ” જેવી હકીકત સામે આવવાની શકયતા જોવાઈ રહી છે. આ આખા મામલાની ગંધ છેક રાજ્યના ગૃહપ્રધાન અને ગૃહ મંત્રાલય સુધી પહોંચ્યા બાદ સ્થાનિકે સંબંધિત સૂત્રોમાં સોપો પડી ગયો છે અને આ પ્રકરણની કડક અધિકારીની છાપ ધરાવતા પશ્ચિમ કચ્છ SP શ્રી સૌરભસિંગે જાતે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે જેને લઇને કેટલાકના પસીના છૂટવા લાગ્યા છે.

(સુત્રોમાંથી મળતી માહિતી પાકી હોય છે બસ એ દિશામાં તપાસ થાય તો..)

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ચરસના પેકેટો અને વિસ્ફોટક સેલ હાથો હાથ પકડાવી પડદા પાછળ ક્યાંક RDX નો મોટો જથો તો ભારતમાં નથી આવી ગયો ને..?

Kutch Kanoon And Crime

ભારતીય ફોજમાં નાયબ સુબેદાર તરીકે 18 વર્ષ ફરજ બજાવી સેવા નિવૃત્ત થયેલા વાડાપધ્ધરનાં યુવાનનું આવતીકાલે ભવ્ય સ્વાગત કરાશે

Kutch Kanoon And Crime

માંડવી “ઘઉં કાંડ”માં આખરે પડઘા પડ્યા

Leave a comment