Kutch Kanoon And Crime
GujaratBhujIndiaKutchPoliticsSpecial Story

મોંઘવારી મુક્ત ભારત અભિયાનનો આક્રોશ હવે ગ્રામ્ય લેવલે માધાપરની ગલીઓમાં : તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા માધાપર ખાતે વિરોધ પ્રદર્શ

 

તાલુકા કોંગ્રેસ સમિતિના નેજા તળે માધાપર ખાતે યોજાયેલ વિરોધ પ્રદર્શન વખતે ૦ જેટલા આગેવાનોની અટકાયત કરાઈ…

મોંઘવારીના મારથી પ્રજા પીસાઈ રહી. ગરીબ તથા મધ્યમવર્ગને જીવનનિર્વાહ કરવું અઘરું થઈ રહ્યું છે પ્રજામાં ભયંકર આક્રોશ છે ભાજપની કેન્દ્ર તથા રાજ્ય સરકાર મોંઘવારીને કાબુ કરવામાં નિષ્ફળ નીવડી છે તેવા સંજોગોમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરના આદેશથી કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વ અને જીલ્લા મથક તથા શહેર મથકોએ ઉગ્ર કાર્યક્રમો બાદ કોંગ્રેસ કાર્યકરોની ધરપકડ બાદ મોંઘવારીનો જનાક્રોશ હવે ગ્રામ્ય સ્તરે તથા ગલી ગલીએ પહોંચ્યો છે જેના ભાગરૂપે ભુજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરેશભાઇ આહીરના નેતૃત્વ તળે માધાપરના મેઇન રોડ મધ્યે ગાંધી સર્કલ થી નવી લાઈન સુધી મોંઘવારી નાબૂદી કુચ યોજાઇ હતી જેમાં સસ્તો દારૂ મોંઘો તેલ, ભાજપ તારો આ છે ખેલ, બહુ થઈ મોંઘવારીની માર, ક્યાં ગયા એ ચોકીદાર, ના નારા સાથે ઉગ્ર વિરોધ કરી રહેલા કોંગ્રેસના આગેવાનોએ દેખાવો કરતા કોંગ્રેસ પક્ષના ૨૦ જેટલા કાર્યકરો સર્વ શ્રી હરેશભાઈ આહીર તાલુકા પ્રમુખ, પી.સી. ગઢવી, સંજયભાઈ ભુડીયા, ધીરજભાઈ રૂપાણી, દિલીપભાઈ મહેશ્વરી, વાલજીભાઈ મહેશ્વરી, પુષ્પાબેન, યોગેશભાઈ પોકાર, મહેબૂબ પંખેરિયા, અંજલી ગોર, (યુવા પ્રદેશ મહામંત્રી) આદમભાઈ કુંભાર, કિરણ પટેલ, અને હનીફ સમા, સિધિક મોગલ, વિનોદ મહેશ્વરી, નરેશ મહેશ્વરી (સિંચ), ધીરજ આયડી, શિવજીભાઇ સામજી, ભીખાલાલ સોમૈયા વગેરે આગેવાનો સાથે સમર્થકોની ધરપકડ કરાઇ હતી. ધરપકડની ઘટનાને જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ આગેવાન અરજણભાઈ ભુડીયાએ સખત શબ્દોમાં વખોડી હતી અને રોષપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર મોંઘવારી જેવા સંવેદનશીલ મુદ્દે અન્યાય ચલાવી રહેલ કોંગ્રેસી આગેવાનોને ધરપકડ કરે છે જે કૃત્યને લોકશાહીનું હનન ગણાવ્યું હતું અને આ લડાઈ ચાલુ રાખવા જનતાને જોડાવા કહ્યું હતું.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

પત્રીના આશાસ્પદ ક્ષત્રિય યુવાનની નિર્મમ હત્યામાં મુન્દ્રા તાલુકાના ક્ષત્રિય આગેવાનની ભૂંડી ભૂમિકાનો પર્દાફાશ થતા ધરપકડ

Kutch Kanoon And Crime

ગાંધીધામ HP ગેસ એજન્સીના માલિક કાશ્મીરાબેન નવનીતભાઈ આચાર્યના જન્મદિવસે ઇન્નર વીલ ક્લબ સાથે રહી સેવા કાર્યો કરાયા…

Kutch Kanoon And Crime

પત્રીના આશાસ્પદ યુવાન પૃથ્વીરાજસિંહ જાડેજાની હત્યા મામલે જેલમાં બંધ પૂર્વ સરપંચ અને APMCના ડાયરેક્ટરની જામીન અરજી નામંજૂર

Kutch Kanoon And Crime

Leave a comment