Kutch Kanoon And Crime
Breaking NewsAnjarCrimeGujaratKutch

આને કહેવાય કામગીરી… અંજાર પી.આઈ., રાણાના લીધે અસ્થિર મગજના યુવાને પરિવાર પાછો મેળવ્યો

અંજાર પોલીસ તારીખ 27/3/2021ના રોજ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇન્સ્પેક્ટર એમ.એન. રાણા પેટ્રોલિંગમાં હતા ત્યારે એક યુવાન જોવા મળતા આ યુવાનની પૂછ પરછ કરતા તે યુવાન અસ્થિર મગજનો હોવાનું શંકા જતા તેની વધુ પૂછ પરછ કરતાં તે હકીકતે અસ્થિર મગજનું હોવાનું ફલિત થતા તેનું નામ ઠામ પૂછતાં તે યુવાન સિદ્ધાર્થ તિવારી અને બિહારનો વતની હોવાનું જણાય આવતા,

તેની પાસેથી સમગ્ર આડી અવડી માહિતી મેળવી સામે બિહારમાં તપાસ કરતા તે યુવાને આપેલી આડી અડવી માહિતી સાચી ઠરતા તે માહિતીના આધારે તેના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવેલ જ્યાં સિદ્ધાર્થને તેના પરિવારજનો લઈ જવા માટે તૈયારી બતાવતા તેનો ભાઈ વસંતભાઈ શ્રી અવધેશ મીશ્રને બિહારથી અહીં ગુજરાત ક્ચ્છમાં અંજાર પોલીસ સ્ટેશન ખાતે બોલાવી તેના ભાઇ સાથે મિલન કરાવી એક અનોખું માનવ કાર્ય કરાયું હતું. આ કામગીરીમાં અંજાર પી.આઈ., એમ.એન. રાણા અને સ્ટાફના માણસો સાથે રહ્યા હતા.

અહેવાલ – અંજાર બ્યુરો

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

ખાવડા પોલીસ સ્ટેશનના અધિકારી વાય.પી. જાડેજા સાથે પોલીસ પાર્ટી પર હુમલો

Kutch Kanoon And Crime

કુકમાંમાં થયેલ હત્યાના બન્ને આરોપીઓને પોલીસે ગણત્રીના સમયમાં પકડી પાડ્યું

Kutch Kanoon And Crime

ફરાદી નજીક હત્યા કરાયેલી લાશ મળી એ યુવાન વડોદરાનું હોવાનું સ્પષ્ટ થયું

Kutch Kanoon And Crime

Leave a comment