Kutch Kanoon And Crime
Breaking NewsBhujCrimeGujaratKutch

ભુજ પોસ્ટ ઓફિસ કૌભાંડમાં પકડાયેલો આરોપી સચિન ઠક્કર લોકઅપમાંથી ફરાર

ભુજ ખાતે રાવલવાડી પોસ્ટ ઓફિસ કૌભાંડના આરોપમાં પકડાયેલ આરોપી સચિન ઠક્કર આજે પોલીસ લોકઅપમાંથી ફરાર થઈ જતા ચકચાર મચી ગઇ છે. આજે સવારે ભુજ એ/ડિવિઝન પોલીસ મથકના લોક-અપમાં બંધ સચિન ઠક્કરને લોકઅપની સાફ સફાઈ થતી હોય બહાર કાઢવામાં આવ્યો હતો તે દરમિયાન સચિન ઠક્કર પોલીસ સ્ટેશનના કર્મચારી અધિકારીઓની નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો. સચિન ઠક્કર ફરાર થયાની જાણ થતાં જ પોલીસ પ્રશાસન દોડતું થઇ ગયું છે. નોંધનીય છે પોસ્ટ ઓફિસમાં કૌભાંડ આચરાયું છે જેના આરોપમાં સચિન ઠક્કરને પકડી પાડવામાં આવ્યો હતો જોકે આ કૌભાંડ મામલે પોસ્ટ ખાતા દ્વારા ઘણું બધું છુપાવવાના પ્રયાસો થયા છે અને એક તબક્કે આરોપી સચીન ઠક્કરને બચાવવાના પણ પ્રયાસ થઇ રહ્યાના આક્ષેપો થયા હતા તેની વચ્ચે હવે આરોપી ખુદ પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ જતા રહસ્યના તાણા-વાણા સર્જાયા છે એ પણ નોંધનીય છે કે આરોપી સચિનની પત્ની અને પોસ્ટ ખાતાની નાની બચત એજન્ટ પ્રજ્ઞાબેન ઠક્કર હજુ પણ ફરાર છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ભુજ તાલુકાના નોખાણિયા ગામની સીમમાં તરુણની શંકાસ્પદ હત્યા

Kutch Kanoon And Crime

ભુજ : આત્મહત્યા કરવા માટે મજબુર કરવાના ગંભીર ગુનામાં છેલ્લા બે માસથી નાસ્તા ફરતા બે આરોપી ઝડપાયા…

Kutch Kanoon And Crime

પૂર્વ ક્ચ્છમાં ચિલ ઝડપ કરનારો અબ્દુલગની ઉર્ફે ગનીડાને અંજાર પોલીસે ઝડપી લીધો

Kutch Kanoon And Crime

Leave a comment