Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaGujaratKutchPoliticsSpecial Story

1-અબડાસા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પ્રચારમાં જોડાયા

1-અબડાસા પેટા ચૂટણીના ઉમેદવારના પ્રચારના દિવસો હવે ગણત્રીના બાકી છે ત્યારે બન્ને પક્ષોના પ્રચાર જોર શોએમાં થઈ રહ્યાં છે તો કોંગ્રેસ પક્ષે વધુમા વધુ લીડથી જીતવા માટે એડી ચોટીનું જોર લગાડ્યું છે તેમાં આવતીકાલે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડોક્ટર શાંતિલાલ સેંઘાણીના ચુંટણી પ્રચાર માટે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા કચ્છના પ્રવાસે આવી રહ્યા છે

1-અબડાસા પેટા ચૂંટણીમાં આવતા ત્રણ તાલુકા અબડાસા, લખપતના અને નખત્રાણા જેમાં આવતી કાલે નખત્રાણા ખાતે બજરંગ ગ્રાઉન્ડ, બેરૂ રોડ મધ્યે આ નેતાઓની જાહેરસભા યોજવામાં આવી છે આવતીકાલે તારીખ ૩૦ ઓક્ટોબર શુક્રવારના સાંજના ભાગે આ જાહેર સભાને આવેલા નેતાઓ સંબોધશે.

કોંગ્રેસની આ જાહેરસભામાં અબડાસાના પ્રભારી અને ધારાસભ્ય સી.જે. ચાવડા, પ્રવક્તા જયરાજસિંહ પરમાર, કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, વિપક્ષી નેતા વિ.કે.હુંબલ તથા રાજ્યભરમાંથી પધારેલા કોંગ્રેસના સિનિયર આગેવાનો ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો, જિલ્લા કક્ષાના આગેવાનો તાલુકા કોંગ્રેસના પ્રમુખો તાલુકાના આગેવાનો, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો સાથે બહોળી સંખ્યામા કાર્યકરો ઉપસ્થિત રહેશે તેવું કચ્છ જિલ્લા કૉંગ્રેસના પ્રવક્તા ધનશ્યામસિંહ ભાટી અને દિપક ડાંગરની યાદીમાં જણાવ્યું છ.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ડોમ્બીવલી ખાતે “પતિ, પત્ની ઔર વોહ” ના વિવાદમાં પતિ પર હુમલો

Kutch Kanoon And Crime

અબડાસા પેટા ચૂંટણી આગામી તારીખ 22’થી રંગ પકડશે

Kutch Kanoon And Crime

10 કરોડની ખંડણી વાળા હની ટ્રેપ મામલામાં ફરાર આરોપી એડવોકેટ હરેશ કાંઠેચાની રતનાલ નજીકથી ધરપકડ

Kutch Kanoon And Crime

Leave a comment