Kutch Kanoon And Crime
Special StoryGujaratKutchMundra

કચ્છ કલ્પતરુ પ્રોડ્યુસર કંપની તથા સહેલી મહિલા ગૃહ ઉદ્યોગ અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસથી એગ્રી મોલનો શુભારંભ કરવામાં આવ્યું

આજરોજ મુન્દ્રા તાલુકાના નાના કપાયા મધ્યે શાંતિવન શોપિંગ સેન્ટર ખાતે કચ્છ કલ્પતરુ પ્રોડ્યુસર કંપની તથા સહેલી મહિલા ગૃહ ઉદ્યોગ અને અદાણી ફાઉન્ડેશન ના સંયુક્ત પ્રયાસથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અને પશુપાલકો તથા ગૃહ ઉદ્યોગથી પોતાના ઘરે ઉત્પાદિત હસ્ત કલાને બજાર સુધી પહોંચાડવાના શુભ હેતુ થી એગ્રી મોલનો શુભારંભ કરવામાં આવ્યું હતું. આ એગ્રી મોલ માં ખાસ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું ઝેર મુક્ત ઉત્પાદન ગ્રાહકો સુધી પહોંચે તથા જે બહેનો પોતાના ગ્રુપ બનાવી પોતાની આગવી સુજ અને કલાથી વિવિધ હસ્તકળાઓને ગ્રાહકો સુધી પહોંચાડવાના પ્રયાસ રૂપે શરુ કરવામાં આવેલ છે.

આ મોલના ઉદ્ઘાટન પ્રસંગે મુન્દ્રાના SDM શ્રી કે.જી. ચૌધરી સાહેબ, DRDAના ડાયરેક્ટર શ્રી એમ.કે. જોશી સાહેબ અને APSEZના એક્ઝુકેટીવ ડાયરેક્ટર શ્રી રક્ષિતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનશ્રીઓએ ખેડૂતોના ઉત્પાદનને સાચા ગ્રાહકો સુધી શુધ્ધ અને ઝેર મુક્ત ઉત્પાદનો પહોંચતા કરી સ્વાસ્થ્ય ની જે ચિંતા કરવામાં આવી તે સરાહનીય છે. બહેનોને જે ઘરે બેઠા સ્વમાન ભેર રોજગારી આપવામાં અને આત્મ નિર્ભર બનાવવામાં ખાસ ઉપયોગી થશે. ખેડૂતોના ખેતરમાં કોઈપણ જાતના રાસાયણિક દવા કે ખાતર વિના ઉત્પાદિત થયેલ ઝેર મુક્ત વિવિધ અનાજ, કઠોળ, શાકભાજી , ગોળ, દૂધ, છાસ, કાચી-ઘણીનું તેલ, ફળો તથા માટીના વાસણો, ગૌમૂત્ર અને ગોબર માંથી બનાવેલ અડાયાં છાણાં, કોડિયાં, વિવિધ દવાઓ, માલિશ તેલ, ગોનાઇલ અને હસ્તકલાની વસ્તુઓ, પર્શ, બેગ, શાલ, કુશન કવર, નામદા આર્ટ, મડ વર્ક, ચોકલેટ, સોફ્ટ ટોય્સ, મોટી કામ, વોશિંગ પાવડર, હેન્ડ વૉશ વગેરે વસ્તુઓ રાખવામો આવેલ છે. ઝેરમુક્ત ખોરાક, દરેક હાથને કામ અને ગ્રાહકોને શુદ્ધ આહાર મળે તેવા ઉમદા હેતુથી શરુ થયેલા આ મોલને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ખેડૂતો અને મહિલાઓના ઉત્કર્ષ માટે અદાણી ફાઉન્ડેશનના મોભીઓએ ખુબ રસ દાખવીને દરેક સ્તરે ઉપયોગી થવાની તૈયારી બતાવી હતી. આ પ્રસંગે શ્રી રક્ષિતભાઈ શાહે કચ્છ કલ્પતરુ પ્રોડ્યૂસર કંપનીના ડાયરેક્ટરોને શુભેચ્છા પાઠવીને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરેલ. કિશાન સંઘના પ્રમુખશ્રી નારણભાઇ એ આ સાહસને બિરદાવ્યું હતું. અદાણી ફાઉન્ડેશનના CSR હેડ પંક્તિબેન શાહે મહિલા અને ખેડૂતોને આત્મ નિર્ભર બનાવવા માટે આવા પ્રકારના માર્કેટિંગની ખાસ જરૂર છે. કચ્છ કલ્પતરુ પ્રોડ્યૂસર કંપનીના ડાયરેક્ટર શ્રી વિરમભાઇ ગઢવી અને જીવરાજભાઈ ગઢવીએ જણાવ્યું કે ખેડૂતોને સીધું બજાર અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળશે અને ગ્રાહકોને ઝેર મુક્ત ખાવાનું મળશે અને આવા બીજા સેન્ટરો પણ શરુ કરવાની તૈયારી બતાવી હતી. આ પ્રસંગે DRDA તરફથી તેજસ્વી સ્વ-સહાયક જૂથને રૂપિયા ૫૦૦૦૦/- સુધીના ૧૨૫૦૦ સેનેટરી પેડ બનાવવાનો ઓર્ડર લેટર આપવામાં આવેલ .કચ્છ કલ્પતરુ પ્રોડ્યૂસર કંપનીના ડાયરેક્ટરો, ખેડૂતો, મહિલાઓ તથા અદાણી ફાઉન્ડેશનનો તમામ સ્ટાફ હાજર રહેલ. આ માટેનું આયોજન પંક્તિબેન શાહ, માવજીભાઈ બારૈયા, જીવરાજભાઈ ગઢવી અને પારસભાઈ મહેતાએ સંભાળ્યુ હતું.

અહેવાલ : સમીર ગોર મુન્દ્રા
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

કોઠારા પોલીસ કર્મચારીના મોત માટે જવાબદાર બનેલ સગીર બાઇક ચાલકના વાલી સામે ગુનો કેમ ન નોંધાય…?

Kutch Kanoon And Crime

પૂર્વ ક્ચ્છ એલ.સી.બી.એ અંજારમાંથી જુગાર રમતા 6 ઈસમોને 33,900/-ની રોકડ સાથે ઝડપ્યા

Kutch Kanoon And Crime

અબડાસાના દરિયાકાંઠેથી એકાએક બિનવારશુ હાલતમાં ચરસના પેકેટ મળી આવવાની પાછળ કંઈક રંધાતું તો નથીને..!?

Kutch Kanoon And Crime

Leave a comment