ઇન્ડિયન ક્રિકેટર એવા મહેન્દ્રસિંહ ધોનીની દીકરીનું અપહરણ કરવાની ધમકી ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના નાના કપાયાના એક યુવાને સોશિયલ મીડિયામાં મેસેજ કરતા ભારતભરમાં ખળભળાટ મચી ગયો છે આ સોશિયલ મીડિયામાં ધમકીનું મેસેજ વાયરલ થતા પોલીસ હરકતમાં આવી અને તાત્કાલિક ધોરણે કચ્છ બનાસકાંઠા બોર્ડર રેન્જના આઇ.જી.પી. જે.આર. મોથાલીયાના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ ભુજ એલ.સી.બી.એ મુન્દ્રા તાલુકાના નાના કપાયા એક કિશોર જે ધોરણ 12 માં અભ્યાસ કરી રહ્યો છે તે કિશોરને ધરદબોચી લઈ ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે કે તેને આ ધમકીભર્યું મેસેજ વાયરલ કરવા પાછળનો ઈરાદો શું છે તેની તપાસ ચાલી રહી છે.
અહેવાલ : સમીર ગોર મુન્દ્રા
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334