પૂર્વ ક્ચ્છમાં છેલ્લા ગણા સમથી કોરોના સંક્રમણ વધતા અંજાર પોલીસ દ્વારા અનોખી રીતે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડ નહિ પણ માસ્ક વિતરણ કરી જાગૃત કરવામાં આવ્યું હતું. આજ રોજ અંજાર પોલીસના ઇન્ચાર્જ પી.આઈ. એવા કર્તવ્યનિષ્ઠ પી.એસ.આઈ. જી.કે. વહુનીયાની આગેવાની અને હાજરીમાં અંજારમાં માસ્ક વગર બાઇક કે પગપાળા ફરનારાઓને ઉભું રખાવી તેઓને કોરોના સંક્રમણ ના ફેલાય તેના માટે શું શું સાવચેતી પગલાં લેવા અને માસ્ક અવસ્ય પહેરવું તેવી કડક સૂચના સાથે માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં આજે અંજારમાં પોલીસ દ્વારા 200 થી વધુ માસ્કનું વિતરણ કરતા અંજારની પ્રજા પોલીસ કર્મચારીઓ પ્રતેની લાગણી બતાવતા પ્રજાએ સેલ્યુટ કર્યું હતું.
અહેવાલ દિનેશ જોગી – હીનલ જોશી
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334