Kutch Kanoon And Crime
GujaratKutch

આવતી કાલથી ફક્ત સવારે 7 થી બપોર 12 વાગ્યા સુધી જ જરૂરી કામ માટે બહાર નીકળવુ : વગર કામે નીકળ્યા તો ડિટેઇન થઇ જશો

કચ્છ: તંત્ર દ્વારા આવતીકાલથી સુધારેલ જાહેરનામું અમલમાં મુકવામાં આવ્યું છે, તંત્ર દ્વારા આવતી કાલથી એકદમ કડક જાહેરનામું આવું છે કે સવારના 7 વાગ્યા થી બપોરના 12 વાગ્યા સુધી જ પ્રજાને બહાર જરૂરી કામ માટે નીકળવાની છુટ મળી છે, તેમાં તમે અતિ આવશ્યક કામ અને ચીજ વસ્તુઓ લેવા માટે જ ઘરથી બહાર જઈ શકો છો અને બહાર જાઓ તો સોસિયલ ડિસ્ટન્સીનું પાલન તમને કરવું જ પડશે તેવું સમહર્તા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

હાલના સમયમાં કોરોના વાયરસને ધ્યાને સમગ્ર ભારત દેશ લોકડાઉન થઈ ગયું છે ત્યારે પબ્લિક દ્વારા કામ વગરના બહાના બનાવી સતત બહાર અવર જવર કરતા હોય તેવું તંત્રને ધ્યાને જતા જ તંત્રએ લોકડાઉનની કડક અમલવારી થાય તે માટે આવતીકાલથી એકદમ કડક જેને કહેવાય તેવું જહેરનામું બહાર પાડ્યું છે, જેનું અગર પ્રજા અમલ નહીં કરે તો બહાર નિકળનાર પર ભારેથી અતિ ભારે કલમો તળે ગુનો દાખલ કરવામાં આવશે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.જેમાં વધુમાં આપ ટુ-વ્હીલરમાં એક જ વ્યક્તિ અને ફોર વ્હીલરમાં ત્રણ જ વ્યક્તિઓ સવારી કરી શકે છે જેની પણ નોંધ લેશો.

નિતેશ ગોર – 9825842334

Related posts

મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ : જયવીરસિંહ જાડેજાએ હાઇકોર્ટેમાંથી જામીન અરજી પાછી ખેંચી..!

યુસુફ મહેરઅલી સેન્ટર દ્વારા સંચાલિત વલ્લભ વિદ્યાલય (મુન્દ્રા) ખાતે અદાણી પોર્ટસ એન્ડ સેઝ મુન્દ્રાનાં એક્ઝીક્યુટીવ ડાયરેક્ટરશ્રી રક્ષિત શાહના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

Kutch Kanoon And Crime

ક્ચ્છમાં ઓક્સીઝનની અછત વચ્ચે કોરોના સિવાયના ઓચિંતાના સારવાર માટે આવતા પેશન્ટ માટે ઓક્સીઝનની શું વ્યવસ્થા..?

Kutch Kanoon And Crime

Leave a comment