Kutch Kanoon And Crime
GujaratKutchPoliticsSpecial Story

કચ્છ જિલ્લા ભાજપ આગેવાનો દ્વારા પ્રગતિ પથ યાત્રાને પ્રસ્થાન કરાયું…

ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીની સરકારના વિશ્વાસ, વિકાસ અને જંકલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના માર્ગદર્શન હેઠળ પ્રગતિ પથ યાત્રાને ત્રણ અલગ અલગ રૂટમાં આગેવાનો દવારા જિલ્લા ભાજપ કાર્યાલયથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. કચ્છ કમલમ ખાતેથી સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ દવારા સવારે ફ્લેગ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

તેમની સાથે જિલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઈ આચાર્ય, ભીમજીભાઈ જોધાણી, જિલ્લા ભાજપના પ્રફુલસિંહ જાડેજા, મશરૂભાઇ રબારી, આશિકાબેન ભટ્ટ સહિત જિલ્લા ભાજપના હોદેદારો, ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહ, બિંદિયાબેન ઠકકર, કમલ ગઢવી તેમજ કાઉન્સિલરો, ભુજ શહેર અને તાલુકા ભાજપના મિતભાઈ ઠકકર, અશોકભાઈ બરાડીયા તેમજ હોદેદારો, મોરચાના આગેવાનો, જિલ્લા પંચાયતના સદસ્યોં, તાલુકા પંચાયત ના પ્રમુખ લક્ષ્મીબેન ખેતાણી તેમજ આગેવાનો, પ્રભારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિતિ રહ્યા હતા. આ યાત્રા દરમિયાન યાત્રિકો દવારા કચ્છના વિકાસ પામેલા સ્થળો તેમજ વિવિધ ધાર્મિક સ્થળો, તેમજ વિકસિત ભારતની ઓળખ આપતા મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લઇ તે અંગે માહિતગાર થશે તેવું પ્રગતિ પથ યાત્રાના ઇન્ચાર્જ ઘનશ્યામભાઈ ઠકકરે જણાવ્યું હતું. આગામી દિવસોમાં પણ મોદી સરકારના સુશાંશનના 12 વર્ષ નિમિતે વિવિધ કાર્યક્રમો જિલ્લા ભાજપ દવારા કરવામાં આવનાર છે અને તે માટે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની આગેવાનીમાં જિલ્લા ભાજપની ટીમ તેમજ આ સમગ્ર કાર્યક્રમના ઇન્ચાર્જ સુરેશભાઈ સંઘાર, સહ ઇન્ચાર્જ હેમંતભાઈ શાહ, બાલકૃષ્ણ મોતા, ભરતભાઈ સોમજીયાણી અને આગેવાનો આયોજન કરી રહ્યા હોવાનું ક્ચ્છ જિલ્લા ભાજપ મીડિયા સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરાની યાદીમાં જણાવાયું હતું.

Related posts

ગાંધીધામમાં ઈનરવ્હીલ ઈનફિનિટી બહેનો દ્વારા BSF સૈનિકો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઇ…

Kutch Kanoon And Crime

ગઢસીસા ગામે વૃદ્ધાની હત્યા કરી નાસી જનાર આરોપી ડોમ્બીવલીથી ઝડપાયો…?

Kutch Kanoon And Crime

બનાસકાંઠામાં બે શિક્ષક અને શાળા સંચાલક ACB’માં સપડાયા

Leave a comment