ભુજ ખાતે સંસ્કાર નગર વિસ્તારમાં આવેલ HDFC બેન્કના ATM પર ફાયરિંગ કરી તેમાંથી રોકડ રકમની લૂંટ કરવાના બે દિવસ પહેલા થયેલા પ્રયાસની ઘટના માં પોલીસે આખરે બે આરોપીઓની ઓળખ સ્પષ્ટ કરી એક મુખ્ય સૂત્રધારને પકડી પાડયો છે અને લોકડાઉન દરમિયાન રાત્રે 9 થી વહેલી સવારના 5 વાગ્યા સુધી કરફયુ ચાલુ હોવા છતાં બે દિવસ અગાઉ રાત્રિના ભાગે સંસ્કાર નગર વિસ્તારમાં આવેલ HDFC બેન્કના ATMમાંથી ફાયરીંગ કરીને લૂંટનો પ્રયાસ થયો હતો આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈને આઈ.જી. શ્રી શુભાષ ત્રિવેદી અને પશ્ચિમ કચ્છ પોલીસ વડા શ્રી સૌરભ તોલંબિયાએ આ ઘટનાની તપાસ ગંભીરતાથી કરવાના આદેશ આપ્યા બાદ ગુના શોધક શાખાના ઇન્ચાર્જ પી.આઇ એસ.જી. રાણા અને એ-ડિવીઝન પી.આઇ એમ.આર. બારોટને સુચના આપ્યા બાદ પોલીસ ટુકડીઓ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી આ દરમિયાન નેત્રમ કંટ્રોલરૂમમાં કેદ થયેલા સીસીટીવી ફૂટેજ માં આરોપીઓ દેખાય બાદ સઘન તપાસ હાથ ધરતા આ લૂંટના પ્રયાસને અંજામ આપનાર કલ્પેશ દેવેન્દ્ર માણેક અને ઈમામ સમા નામના બે યુવકોની ઓળખ થઈ હતી આ અંગે તપાસ હાથ ધરતા કલ્પેશ માણેક નામનો યુવાન કે જનરલ હોસ્પિટલમાં દાખલ હોવાની માહિતી મળતા તેની સઘન પૂછપરછ હાથ ધરાઈ હતી જે દરમિયાન કલ્પેશ માણેકે લૂંટનો આ પ્રયાસ કર્યાની વાત સ્પષ્ટ થઈ હતી જેને લઇને કલ્પેશને સત્તાવાર રીતે પકડી પાડવામાં આવ્યો છે જ્યારે ઈમામ સમા નામના શખ્સને શોધી કાઢવા પ્રયાસ હાથ ધરાયો છે મળતી માહિતી પ્રમાણે કલ્પેશ ભુજની સરકારી વસાહત પાસે રહે છે અને તે ટ્રાવેલિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને તે કોઈ કારણો સર કરજમાં આવી ચૂક્યો છે જેના કારણે તેણે કર્જમાંથી બહાર આવવા આ લૂંટનો પ્રયાસ કર્યાની શક્યતા જોવાઈ રહી છે આ ઘટના બાદ કલ્પેશ દેવેન્દ્ર માણેકે કોઈ જંતુનાશક દવા પી લીધી હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હોવાની માહિતી પણ જાણવા મળે છે નોંધનીય છે કે આ સરાજાહેર ATM પર ફાયરિંગ કરીને લૂંટના થયેલા પ્રયાસ છે શહેરમાં ભારે ચકચાર મચી હતી તો રાત્રિ કરફ્યુ હોવા છતાં બનેલી આ ઘટનાએ પોલીસની રાત્રિ પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલ ઉભા કર્યા હતા.
નિતેશ ગોર – 9825842334