Kutch Kanoon And Crime
CrimeGujaratKutch

ભરત કોલીના શંકાસ્પદ મોતના કેસમાં ન્યાયની માંગ સાથે કલેક્ટર અને SPને આવેદન અપાયું…

8 દિવસમાં તપાસ LCBને નહીં સોંપાય તો SP કચેરી બહાર શાંતિપૂર્ણ ધરણાં કરવાની ચીમકી…

(ભુજ) સુખપર ગામના યુવાન ભરત કોલીના શંકાસ્પદ મોતના કેસમાં ન્યાય અને નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી છે. આ મામલે આજે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક (SP)ને આવેદનપત્ર પાઠવી કેસની તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને સોંપવાની માંગ કરવામાં આવી હતી. આ રજૂઆતમાં કોળી સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. કોળી સમાજની મહિલાઓએ આંખોમાં આંસુ સાથે અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી ભરત કોલીના મોતના કેસમાં નિષ્પક્ષ, પારદર્શક અને યોગ્ય તપાસ થાય તેમજ તપાસ LCBને સોંપવામાં આવે તેવી માંગ કરી હતી. આ પ્રસંગે મુસ્લિમ યુવા કોર કમિટી કચ્છ દ્વારા જણાવાયું હતું કે, જો આગામી 8 દિવસમાં ભરત કોલીના કેસની તપાસ LCBને સોંપવામાં નહીં આવે, તો કોળી સમાજ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક (SP) કચેરીની બહાર શાંતિપૂર્ણ ધરણાં કરવામાં આવશે. આ રજૂઆત દરમિયાન મોહસિન હિંગોરજા, કિશોરદાન ગઢવી, ઇકબાલ જત, અરવિંદ કોલી, મોહમ્મદ ખલીફા, ફકીર મહમદ કુંભાર, મેઘજી કોલી, અનીસ જુનેજા, રવજી રામજી કોલી, રામજુ ભચુ કોલી, દાદુ કોલી અને ઉમર કોલી સહિતના આગેવાનો તેમજ કોળી સમાજની મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. ભરત કોલીના પરિવારને ન્યાય મળે અને સમગ્ર કેસની નિષ્પક્ષ તપાસ LCBને સોંપવામાં આવે, એ જ રજૂઆત સાથે સમાજના આગેવાનોએ તંત્ર સમક્ષ પોતાની માંગણી પ્રબળ રીતે રજૂ કરી હતી.

Related posts

અદાણીના શેર ધરાવતાં 3 એફપીઆઈ એકાઉન્ટ ફ્રીઝ કરાયાં છે તેવા પ્રસિધ્ધ થયેલા સમાચાર અંગે સ્પષ્ટીકરણ

Kutch Kanoon And Crime

અંજારના ટિમ્બરના વેપારીના પુત્રના અપહરણ અને સવા કરોડની ખંડણી મામલે રહસ્ય ઘેરુ બન્યું

Kutch Kanoon And Crime

ભુજ LCBની સર્જિકલ સ્ટ્રાઈક : મુન્દ્રા તાલુકાના ટપ્પર વાડીમાં આવેલ જુગાર કલબ પર કરી રેડ

Leave a comment