Kutch Kanoon And Crime
Breaking NewsGujaratKutchRapar

રાપરના મોડપરના આધેડની નર્મદા કેનાલમાં ડૂબી જવાથી કરુણ મોત : સાત દિવસની ભારે શોધખોળ બાદ ત્રંબો નજીકથી મળી લાશ…

રાપર તાલુકાના 50 વર્ષીય રામશીભાઈ ચોંડાભાઈ કોલીનો મૃતદેહ સાતમા દિવસે મળ્યો : રેસ્ક્યુ ટીમો અને અંડરવોટર ડાઇવિંગ ટીમની જહેમત રંગ લાવી…

કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલમાં અવારનવાર લોકો તેમજ પશુઓ પડી જવાથી દુર્ઘટનાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે રાપર તાલુકાના મોડપર ગામના આશરે 50 વર્ષીય રામશીભાઈ ચોંડાભાઈ કોલી અગમ્ય કારણોસર નર્મદા કેનાલમાં પડી જતાં લાપતા બન્યા હતા. તેમની શોધખોળ માટે છેલ્લા સાત દિવસથી વહીવટી તંત્ર અને રેસ્ક્યુ ટીમો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી હતી. રામશીભાઈની શોધખોળ માટે રાપર નગરપાલિકા, ભચાઉની ટીમો તેમજ અન્ય તરવૈયાઓ દ્વારા નંદાસરથી સુવઈ અને ભચાઉ સુધી કેનાલમાં વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ભચાઉના મદદનીશ કલેક્ટર અભિષેક ટાલે, મામલતદાર એચ.બી. વાઘેલા, રાપર પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના અધિકારીઓ અને આગેવાનોએ પણ સ્થળની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સાત દિવસ સુધી સતત શોધખોળ કરવા છતાં મૃતદેહ મળી ન આવતાં આખરે વહીવટી તંત્ર દ્વારા કંડલાની ડોલ્ફિન અંડરવોટર ડાઇવિંગ સર્વિસિસની ટીમની મદદ લેવામાં આવી હતી. કંપનીના માલિક જીતેન્દ્ર પંચોલી અને દિનેશ પંચોલીના માર્ગદર્શન હેઠળ યશ પંચોલી (દિવર) તથા વિરેન્દ્ર ગઢવાલ (ડાઇવર) સહિતની ટીમે કેનાલમાં શોધખોળની કામગીરી હાથ ધરી હતી. આખરે સાતમા દિવસે રાત્રે આશરે 8:30 વાગ્યાના અરસામાં ત્રંબો ગામ નજીક, જેસડા-સુવઈ તરફની કેનાલમાંથી રામશીભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. સાત દિવસની લાંબી શોધખોળ બાદ મૃતદેહ મળી આવતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. નર્મદા કેનાલમાં વારંવાર બનતી આવી દુર્ઘટનાઓને પગલે કેનાલની સુરક્ષા અને સાવચેતીના પગલાં અંગે પણ ગંભીરતાથી વિચારવાની જરૂરિયાત ઊભી થઈ છે.

Related posts

ABVPના 72’માં સ્થાપના દિવસની ઉજવણી મુન્દ્રાના સમાઘોઘા ગામે વૃક્ષા રોપણથી કરવામાં આવી

Kutch Kanoon And Crime

પાલારા જેલમાં ફરી એક વખત પોલીસે રેડ કરી મહિલા વોર્ડમાંથી એક મોબાઈલ, એક ચાર્જર અને બે સીમકાર્ડ મળી આવ્યા

૫૭૫ કરોડનું હેરોઈન ભારતમાં ઘૂસાડવાના ૩ કેસમાં ઐતિહાસિક ચુકાદો : ૧૮ પાકિસ્તાની અને ૧ અફઘાની સહિત ૧૯ ડ્રગ્સ કેરિયર્સને ૨૦-૨૦ વર્ષની સખ્ત કેદ…

Leave a comment