Kutch Kanoon And Crime
BhujGujaratKutchSpecial Story

ભુજમાં શરદપૂર્ણિમાની ધામધૂમપૂર્વક ઉજવણી : રાસ-ગરબા સ્પર્ધામાં બહેનો અને સિનિયર સિટીઝનોએ ઉત્સાહભેર ભાગ લીધો…

ભુજ સ્થિત દિધામેશ્વર મહાદેવ મંદિરે શરદપૂર્ણિમાના પાવન અવસરે ક્રિશિવ ફાઉન્ડેશન, પ્રેરણા મહિલા મંડળ અને પિંગલેશ્વર પૂનમ ગ્રુપના સંયુક્ત સહયોગથી રાસ-ગરબા સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો તેમજ સિનિયર સિટીઝન બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમગ્ર વાતાવરણ ભક્તિ તથા આનંદથી ગુંજી ઊઠ્યું હતું. સ્પર્ધામાં 18થી 50 વર્ષ અને 50 વર્ષથી ઉપરની બહેનો એમ બે અલગ કેટેગરી રાખવામાં આવી હતી. બંને કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક માટે ઇનામો ઉપરાંત આશ્વાસન ઇનામો તથા બેસ્ટ ડ્રેસ માટેના ઇનામો પણ રાખવામાં આવ્યા હતા. સ્પર્ધકોએ સુંદર વેશભૂષા અને ઉત્સાહભેર રાસ-ગરબા રજૂ કરી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

દિધામેશ્વર મહાદેવ મંદિરે ત્રણ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે રાસ-ગરબા સ્પર્ધા યોજાઈ : દૂધ-પૌંવાનો પ્રસાદ પણ રાખવામાં આવ્યો…

હિન્દુ ધાર્મિક પરંપરામાં શરદપૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. આ પર્વની ઉજવણીના ભાગરૂપે ઉપસ્થિત સૌ માટે દૂધ-પૌંવાના પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન ક્રિશિવ ફાઉન્ડેશનનાં પ્રમુખ નયનાબેન ગોસ્વામી, પ્રેરણા મહિલા મંડળનાં પ્રમુખ વંદનાબેન ભાવસાર અને પિંગલેશ્વર પૂનમ ગ્રુપનાં પ્રમુખ મીરાબેન જેઠીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ત્રણેય સંસ્થાઓ દ્વારા મહિલાઓ માટે અવારનવાર આવા કાર્યક્રમો યોજી તેમને સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાવા અને જીવન પ્રત્યે નવો અભિગમ કેળવવા પ્રેરણા આપવામાં આવે છે. કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે ગોદાવરીબેન ઠક્કરે ઉપસ્થિતિ આપી હતી, જ્યારે નિર્ણાયક તરીકે હેતલબેન ગોર અને પૂનમબેન જેઠીએ સેવા આપી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા ત્રણેય સંસ્થાઓની બહેનોએ વિશેષ સહયોગ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જેમીની ગોર દ્વારા કરવામાં આવ્યું હતું. શરદપૂર્ણિમાના આ આયોજનથી મહિલાઓમાં ઉત્સાહ અને સામૂહિક એકતાની ભાવના જોવા મળી હતી.

અહેવાલ પ્રતિનિધિ જૈમિની ગોર ભુજ

Related posts

ગઢસીસા ગામે સીસી રોડ બનાવવા પ્રશ્ને બે જૂથો વચ્ચે મારામારી

Kutch Kanoon And Crime

ધ્રાંગધ્રાના રણમા ફસાયેલા લોકોને આડેસર પોલીસે બહાર કાઢ્યા…

ભુજમાં માનસિક અસ્થિર યુવતી સાથે અઘટિત ઘટના બને તે પહેલા યુવાનોએ બચાવી લીધી…

Kutch Kanoon And Crime

Leave a comment