Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutch

સર ક્રીક વિસ્તારમાંથી 4 પાકિસ્તાની માછીમારો ઝડપાયા, એક ફિશિંગ બોટ પણ જપ્ત…

કચ્છના સર ક્રીક વિસ્તારમાં ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના મામલે સીમા સુરક્ષા દળ (BSF) દ્વારા ચાર પાકિસ્તાની માછીમારોને ઝડપી લેવામાં આવ્યા છે. તેમની પાસેથી એક પાકિસ્તાની ફાઇબર ફિશિંગ બોટ પણ જપ્ત કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ચોક્કસ ગુપ્ત બાતમીના આધારે BSF દ્વારા સર ક્રીક વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભારતીય જળસીમામાં પ્રવેશેલા ચાર પાકિસ્તાની નાગરિકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

ઝડપાયેલા ચાર પાકિસ્તાની નાગરિકોની ઓળખ…

1. કાદિર થાઇમોર

2. મુહમ્મદ મુસા

3. અઝગર થાઇમોર

4. અહસાન જાટ

પ્રાથમિક માહિતી મુજબ, ચારેય પાકિસ્તાની નાગરિકો ચાચ જાન ખાન, સિંધ, પાકિસ્તાનના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

કરચલા પકડવાના બહાને ભારતીય જળસીમામાં પ્રવેશ્યાની આશંકા છે…
પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, આ પાકિસ્તાની માછીમારો કરચલા પકડવાના બહાને ભારતીય જળસીમામાં પ્રવેશ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે સુરક્ષા એજન્સીઓ દ્વારા ઝડપાયેલા ચારેય નાગરિકોની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

સરહદી વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક…
સર ક્રીક વિસ્તારમાં તાજેતરના સમયમાં ઘૂસણખોરીની પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને BSF દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સરહદી વિસ્તારમાં કોઈપણ શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. ચાર પાકિસ્તાની માછીમારોની અટકાયત અને ફિશિંગ બોટની જપ્તી બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન અન્ય કોઈ વિગતો સામે આવે છે કે કેમ તેના પર સૌની નજર છે.

Related posts

6,32,300/-ના મુદામાલ સાથે દારૂ પકડી પાડતી અંજાર પોલીસ

Kutch Kanoon And Crime

રૂ.૧૭૭૬.૯૦ લાખના ખર્ચે ભારાપર અને મમુઆરા ૬૬ કે.વી. સબ સ્ટેશનોનું રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે ભૂમિપૂજન કરાયું

Kutch Kanoon And Crime

ગાંધીધામમાં યુવાનને પરાણે પ્રીત કરવી મોંઘી પડી… પોતાના જીવથી હાથ ધોવા પડ્યા…

Kutch Kanoon And Crime

Leave a comment