TTEનો ખોટો યુનિફોર્મ અને ઓળખપત્ર ધારણ કરી સરકારી કર્મચારી હોવાનો ઢોંગ કરતો શખ્સ ઝડપાયો, પોલીસ દ્વારા મુદ્દામાલ જપ્ત…
પાલનપુર રેલવે પોલીસ (GRP/RPF) દ્વારા નકલી TTE બનીને ટ્રેનમાં ફરતા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી TTE ન હોવા છતાં TTEનો યુનિફોર્મ પહેરી, ખોટું નામ ધરાવતું ઓળખપત્ર સાથે રાખીને સરકારી કર્મચારી હોવાનો ઢોંગ કરતો હતો. આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 204 અને 205 મુજબ કાર્યવાહી હાથ ધરી છે.
અરાવલી એક્સપ્રેસમાંથી આરોપી ઝડપાયો…
પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, તા. 13 ઓક્ટોબર, 2026ના રોજ સાંજે આશરે 6:30 વાગ્યે ટ્રેન નંબર 14701 અરાવલી એક્સપ્રેસ પાલનપુર રેલવે સ્ટેશનથી રવાના થયા બાદ એન્જિન તરફના જનરલ ડબ્બામાંથી એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ શખ્સ પોતે TTE ન હોવા છતાં TTEનો ગણવેશ ધારણ કરી તથા ખોટા નામનું ઓળખપત્ર રાખીને સરકારી સેવક હોવાનો ઢોંગ કરતો હોવાનું સામે આવ્યું હતું. આથી પાલનપુર રેલવે પોલીસ દ્વારા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે પકડેલા આરોપી રિતુલગીરી રમેશગીરી ગોસ્વામી અને તે આરોપી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ધનિયાણા ગામનો રહેવાસી છે. તેનું મૂળ વતન પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાનું દેથલી ગામ હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે આરોપી પાસેથી પોલીસે TTEના ખોટા નામવાળું ઓળખપત્ર (કાર્ડ), TTEનો ગણવેશ (યુનિફોર્મ), મુસાફરી સંબંધિત દસ્તાવેજો અને ટિકિટ બુક, મોબાઈલ ફોન સહિત કબ્જે કર્યું છે. આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 204 અને 205 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસની સંયુક્ત ટીમે હાથ ધરી કાર્યવાહી…
આ કાર્યવાહી પાલનપુર રેલવે પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર કે.પી. ગઢવીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ASI શામળભાઈ કાળુભાઈ, ASI/RPF પપ્પુસિંહ ગુર્જર, HC મુકેશભાઈ લીલાભાઈ, CT/RPF વિઠેન્દ્ર, PC પિયુષ ડાયાભાઈ, PC રાજેશકુમાર પાનાભાઈ, PC દિનેશભાઈ લક્ષ્મણભાઈ, PSO ASI પ્રકાશસિંહ પ્રતાપસિંહ સહિતના જોડાયા હતા.
અહેવાલ પ્રતિનિધિ આનંદ પરમાર બનાસકાંઠા દ્વારા…
