Kutch Kanoon And Crime
GujaratSpecial Story

મજાદરમાં બાબા રામદેવપીરના પ્રાચીન મંદિરે ભવ્ય લોકમેળો યોજાયો…

દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી : ગ્રામ પંચાયત દ્વારા દર્શનાર્થીઓ માટે સુચારુ વ્યવસ્થા કરાઈ…

વડગામ તાલુકાના મજાદર ગામે આવેલા બાબા રામદેવપીરના અતિ પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા સુદ અગિયારસ નિમિત્તે ભવ્ય લોકમેળો યોજાયો હતો. મેળામાં વડગામ તાલુકા સહિત બનાસકાંઠા જિલ્લા તેમજ અન્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. બાબા રામદેવપીરના દર્શન કરવા ભક્તો પરિવાર સાથે હાથમાં નેજા, ફૂલ અને પ્રસાદી લઈને મંદિરે પહોંચ્યા હતા. ભક્તોએ શ્રદ્ધાપૂર્વક બાબા રામદેવપીરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસર સતત ભક્તોની ભીડથી ધમધમતું રહ્યું હતું. ભક્તોને સરળતાથી અને વ્યવસ્થિત રીતે દર્શન થઈ શકે તે માટે મજાદર ગામ પંચાયત દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. મેળા દરમિયાન ભક્તોએ બાબા રામદેવપીરના જયજયકાર સાથે ભક્તિભાવમાં લીન થઈ વાતાવરણને ધાર્મિક રંગે રંગી દીધું હતું. મજાદર ખાતે આવેલું બાબા રામદેવપીરનું મંદિર અતિ પ્રાચીન હોવાનું સ્થાનિક લોકો જણાવે છે. મંદિર સાથે અનેક લોકવાયકાઓ અને શ્રદ્ધાની માન્યતાઓ જોડાયેલી છે. ભક્તો અહીં પોતાની માનતા પૂર્ણ કરવા તથા બાબાના આશીર્વાદ મેળવવા આવે છે. બહેન ડાલીબાઈ સહિત બાબા રામદેવપીર સાથે જોડાયેલી અનેક લોકવાયકાઓ પણ આ સ્થળની ધાર્મિક આસ્થાને વધુ વિશેષ બનાવે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, વર્ષોથી ભાદરવા સુદ અગિયારસના દિવસે અહીં બાબા રામદેવપીરને નેજા ચઢાવી પૂજા-અર્ચના અને પ્રસાદ ધરાવવાની પરંપરા ચાલી આવે છે. આજુબાજુના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો મેળામાં જોડાઈ બાબા રામદેવપીરની ભક્તિમાં લીન બની ‘બાબા રામદેવપીર મહારાજની જય’ના જયઘોષ સાથે ધન્યતા અનુભવે છે.

અહેવાલ પ્રતિનિધિ આનંદ પરમાર બનાસકાંઠા દ્વારા…

Related posts

ભુજ તાલુકાના મોટા રેહા ગામે યુવાનની રહસ્યમય હત્યા

અદાણી પોર્ટસ એન્ડ Sez લિમિટેડે રૂ.12,000 કરોડમાં ક્રિષ્ણાપટનમ પોર્ટ કંપની હસ્તગત કરી

Kutch Kanoon And Crime

મુન્દ્રા પોલીસની સફળ પેટ્રોલીંગ… બાઇક અને કેબલ ચોર ઝડપાયા

Kutch Kanoon And Crime

Leave a comment