તંત્ર દ્વારા કેટલીક માંગણીઓ લેખિતમાં સ્વીકારતા તથા તાત્કાલિક રહેણાંકની ખાતરી બાદ ધરણા-ભૂખહડતાલનું પારણું…

ગાંધીધામના 300 ગરીબ પરિવારોને ઘર અને પુનર્વસનની સુવિધા આપવાની માંગને લઈને છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા ધરણા તથા ભૂખહડતાલનો આજે સમાપન કરવામાં આવ્યો છે. આંદોલનકારીઓના જણાવ્યા મુજબ, કચ્છ વહીવટી તંત્ર દ્વારા તેમની કેટલીક માંગણીઓ લેખિતમાં સ્વીકારવામાં આવી છે. સાથે જ 300 ગરીબ પરિવારોને રહેવા માટે તાત્કાલિક રહેણાંકની સગવડ ઉપલબ્ધ કરાવવા અંગે પણ તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે. તંત્ર તરફથી મળેલી લેખિત સ્વીકૃતિ તેમજ તાત્કાલિક રહેણાંક વ્યવસ્થા અંગેની ખાતરી બાદ છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા ધરણા અને ભૂખહડતાલનું આજે પારણું કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આંદોલન સાથે જોડાયેલા લખન ધુવાએ જણાવ્યું હતું કે, આ સમગ્ર આંદોલનમાં સાથ, સહકાર અને સમર્થન આપનાર તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.
