Kutch Kanoon And Crime
BhujBreaking NewsCrimeGujaratKutch

ભુજમાં આધાર-પુરાવા વગરના એલ્યુમીનીયમ વાયરો સાથે એક શખ્સને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો…

એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આશરે 300 કિલો એલ્યુમીનીયમ વાયર અને પીકઅપ વાહન મળી કુલ રૂ. 6.50 લાખનો મુદ્દામાલ કબજે કરાયો…

પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન આધાર-પુરાવા વગરના એલ્યુમીનીયમ વાયરો સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. LCBની ટીમે શંકાસ્પદ રીતે મળી આવેલા એલ્યુમીનીયમ વાયરો અંગે આધાર-પુરાવા માંગતા ઇસમ યોગ્ય પુરાવા રજૂ કરી શક્યો ન હતો. જેથી પોલીસે આશરે 300 કિલો એલ્યુમીનીયમ વાયર, કિંમત રૂ. 1.50 લાખ, તેમજ મહીન્દ્રા કંપનીની સફેદ કલરની પીકઅપ ગાડી નં. GJ-12-CV-2583, કિંમત રૂ. 5 લાખ મળી કુલ રૂ. 6.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે રજબઅલી બરકતઅલી પઠાણ, રહે. ભીડનાકા બહાર, સિતારાચોક, ભુજને ઝડપી પાડ્યો છે. કબ્જે કરાયેલ મુદ્દામાલમાં એલ્યુમીનીયમ વાયર આશરે 300 કિલો — રૂ. 1,50,000/- મહીન્દ્રા કંપનીની સફેદ કલરની પીકઅપ ગાડી નં. GJ-12-CV-2583 — રૂ. 5,00,000/- કુલ મુદ્દામાલ — રૂ. 6,50,000/- , આ સમગ્ર કામગીરી PI એ.એમ. મકવાણા, PSI જે.બી. જાદવ, એમ.એચ. શીણોલ, ASI અનિરુધ્ધસિંહ રાઠોડ, નિલેશભાઈ ભટ્ટ, HC ધર્મેન્દ્રભાઈ રાવલ, શક્તિસિંહ ગઢવી તથા જીવરાજભાઈ ગઢવી સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Related posts

ભારતીય આર્મીમાં જમ્મુ કાશ્મીરની બોર્ડર પર ફરજ બજાવતા મોટા ભાડીયાના કચ્છી ફોજી યુવાન અને તેની પત્નીનો રાજસ્થાન માર્ગ અકસ્માતે ભોગ લીધો : ચારણ ગઢવી સમાજમાં અરેરાટી

Kutch Kanoon And Crime

વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે ગાંધીધામમાં ફોટોગ્રાફી વર્કશોપ યોજાઈ, વિવિધ શહેરોના ફોટોગ્રાફરો જોડાયા…

Kutch Kanoon And Crime

મુન્દ્રા તાલુકાના બારોઇ પંચાયત દ્વારા બીજી વખત ગામના વિસ્તારમાં સેનેટાઈઝ કરવામાં આવ્યું

Leave a comment