Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujarat

પાટણમાં દારૂનો સૌથી મોટો જથ્થો ઝડપાયો…

કુલ રૂપિયા 1.46 કરોડનો મુદ્દામાલ કબજે, એક આરોપીની ધરપકડ…

પાટણ જિલ્લામાં પ્રોહિબિશનની કામગીરીમાં એલ.સી.બી. પાટણને મોટી સફળતા મળી છે. સિદ્ધપુર હાઇવે પરથી એક કરોડથી વધુ કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આ પાટણ જિલ્લામાં અત્યાર સુધીનો નોંધપાત્ર દારૂનો જથ્થો છે. પોલીસ મહાનિરીક્ષકશ્રી પરીક્ષિતા રાઠોડ, બનાસકાંઠા રેન્જ પાલનપુર તથા પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસની ટીમ સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે, (TATA 1512) ટ્રક નંબર (GJ-15-AV-7399)માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી પાલનપુરથી મહેસાણા તરફ લઈ જવામાં આવી રહ્યો છે.

કુલ રૂપિયા 1.46 કરોડનો મુદ્દામાલ કબજે, એક આરોપીની ધરપકડ…

બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ટ્રકને ઝડપી પાડી હતી. ટ્રકની તપાસ દરમિયાન IMFL દારૂની 15,486 બોટલો, જેની કિંમત રૂપિયા 1,31,35,200 હોવાનું જણાવાયું છે, મળી આવી હતી. પોલીસે દારૂ ભરેલી ટ્રક કિંમત રૂપિયા 15 લાખ તથા મોબાઇલ ફોન કિંમત રૂપિયા 10 હજાર સહિત કુલ રૂપિયા 1,46,45,200/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

– ઝડપાયેલ આરોપી…
અચલારામ આસુરામ સિયાગ (જાટ), રહે. આરવ, તા. ચીતલવણા, જી. જાલોર, પોલીસ તપાસમાં આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. થરાદ અને વઢવાણ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.

– બે આરોપીઓ હજુ ફરાર…

દારૂનો જથ્થો ભરાવનાર મહેશ બિશ્નોઈ, રહે. સાંચોર તેમજ અમદાવાદ ખાતે દારૂનો જથ્થો મંગાવનાર એક અજાણ્યા ઇસમને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એસ.બી. સોલંકી, પો.સ.ઇ. પી.વી. ચૌધરી સહિત એલ.સી.બી.ની ટીમે હાથ ધરી હતી.

અહેવાલ પ્રતિનિધિ આનંદ પરમાર બનાસકાંઠા દ્વારા…

Related posts

વાગડ વિસ્તારના રાપર ખાતે ગઈકાલે સરા જાહેર વકીલની હત્યા કરનાર આરોપી ભરત રાવલ મુંબઈથી ઝડપાયો

Kutch Kanoon And Crime

જૈન આશ્રમ માંડવીના વડીલોને 22/10 રવિવારના મહેરામણની સહેલગાહે લઈ જવાશે

Kutch Kanoon And Crime

વાયોરમા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે હોળી દહન અને રંગોત્સવ મનાવવામાં આવે છે : ધજાની દિશા જોઇને વરસાદનું આગમન નક્કી થાય છે

Leave a comment