Kutch Kanoon And Crime
BhachauBreaking NewsCrimeGujaratKutch

ભચાઉમાં તીનપત્તી જુગાર પર પોલીસનો દરોડો : 6 જુગારીઓ ઝડપાયા, રૂપિયા 27,110/- નો મુદ્દામાલ જપ્ત…

પૂર્વ કચ્છ જિલ્લામાં જુગાર અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના પ્રયાસોના ભાગરૂપે ભચાઉ પોલીસે ટાઉન વિસ્તારમાં સફળ કાર્યવાહી હાથ ધરી છે. ખાનગી બાતમીના આધારે કોલીયાસરી વિસ્તારમાં ખુલ્લી જગ્યાએ તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તેમજ ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જુગાર અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓને નાબૂદ કરવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.

ઝડપાયેલા આરોપીઓ…
(1) રાજેશભાઈ ડાયાભાઈ રાજપુત (ઉ.વ. 45), ભવાનીપુર, ભચાઉ…

(2) હાજીભાઈ મુસાભાઈ ઘાંચી (ઉ.વ. 50), ભવાનીપુર, ભચાઉ…

(3) સબીર અલીમામદ લંઘા (ઉ.વ. 29), ભવાનીપુર, ભચાઉ…

(4) ધીરજભાઈ ધનાભાઈ કોલી (ઉ.વ. 35), કોલીયાસરી, ભચાઉ…

(5) પંકજભાઈ સુરતરામ રાજપુત (ઉ.વ. 26), મૂળ ગામ ગીતોર, જિલ્લા ભિંડ (મધ્યપ્રદેશ), હાલ કોલીયાસરી, ભચાઉ…

(6) નરોતમ ગજરાજ માવર (ઉ.વ. 29), મૂળ ગામ ગીતોર, જિલ્લા ભિંડ (મધ્યપ્રદેશ), હાલ કોલીયાસરી, ભચાઉ…

જપ્ત કરાયેલ મુદ્દામાલ…
રોકડ રકમ : 12,110/-
જુગારમાં ઉપયોગમાં લેવાતા મુદ્દામાલ : 15,000/-
કુલ મુદ્દામાલ કિંમત : 27,110/-

આ સમગ્ર કાર્યવાહી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સર્વેલન્સ સ્ટાફે સંયુક્ત રીતે હાથ ધરી હતી. પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અહેવાલ પ્રતિનિધિ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ…

Related posts

આદિપુરની સિંધી પરિણીતા રેશમા ભંભાણીની હત્યાનો ભેદ બંધ જ રહી જશે…?

Kutch Kanoon And Crime

પૂર્વ કચ્છમાં નકલી પી.આઈ. બની ફરતો શખ્સ અસલી પોલીસ પુત્રના હાથે ચડ્યો

Kutch Kanoon And Crime

ભુજના હમીરસર તળાવમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો

Kutch Kanoon And Crime

Leave a comment