Kutch Kanoon And Crime
BhujBreaking NewsCrimeGujaratKutch

ખાવડા નજીક સાંઢાના શિકારમાં એક આરોપી ઝડપાયો…

પશ્ચિમ કચ્છના ભુજ ઉત્તર વન વિભાગે વન્યજીવ સંરક્ષણ માટે વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. તા. 30/07/2026ના રોજ વન સંરક્ષક ધીરજ મિત્તલ, નાયબ વન સંરક્ષક આયુષ વર્મા તથા મદદનીશ વન સંરક્ષક એસ.એ. ગઢવીના માર્ગદર્શન હેઠળ ભુજ ઉત્તર રેન્જના ખાવડા રાઉન્ડના અંધૌ ગામની સરકારી પડતર જમીન (સર્વે નં. 314) વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન સાંઢા (Indian Spiny-tailed Lizard – Saara hardwickii)નો શિકાર કરતા સોઢા અરજણ કોલી (ઉ.વ. 42), રહે. ખાવડાને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. વન વિભાગે આરોપી વિરુદ્ધ ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 (સુધારા અધિનિયમ-2022)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં આરોપીને માનનીય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, ભુજ સમક્ષ રજૂ કરવામાં આવતા તેને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

આરોપી પાસેથી કબજે કરાયેલ મુદામાલ…
મૃત સાંઢો (Indian Spiny-tailed Lizard) – 1
હીરો કંપનીની મોટરસાયકલ (અંદાજિત કિંમત રૂ. 18,000)
નોકિયા કંપનીનો કીપેડ મોબાઇલ – 1 (અંદાજિત કિંમત રૂ. 400)
ખુરપી – 1, સાંઢાના દરમાં ફૂંક મારવા માટેનું માટીનું સાધન – 1,

પ્રશંસનીય કામગીરી કરનાર ટીમ…
જે.ઓ.દુમાદિયા પરીક્ષેત્ર વન અધિકારી, ભુજ ઉત્તર રેન્જ
ઓ.જે.જાડેજા વનપાલ, ખાવડા, વાય.જી. દેસાઈ વન રક્ષક અંધૌ, બી.એમ. જાદવ વન રક્ષક જુણા, તેમજ
મુસ્તાક નોડે, શબીર સુમરા, સહિતના કામગીરીમાં જોડાયા હતા.

પ્રકાશિત નીતેશ ગોર ભુજ 

Related posts

માનસિક સમતુલન ગુમાવનાર કચ્છીએ મુંબઈમાં પાડોશીઓને વેતરી નાખ્યા

Kutch Kanoon And Crime

અબડાસા : નદી પર બનનાર કોઝ વે’ ના 5 કરોડ 40 લાખ દોઢ મહિનામાં ઓછા લાગ્યા..!!? ધારાસભ્ય અંધારામાં..!!?

Kutch Kanoon And Crime

નહેરુ યુવા કેન્દ્ર મુન્દ્રા દ્વારા સ્વચ્છ ભારત અભિયાન 2020 અંતર્ગત કચરા પેટી અર્પણ કરાઈ

Kutch Kanoon And Crime

Leave a comment