Kutch Kanoon And Crime
BhujBreaking NewsCrimeGujaratKutch

ભુજ મામલતદાર કચેરીમાં ખેડૂત ખાતેદારના દાખલા માટે 35 હજારની લાંચ લેતા રેવન્યુ તલાટી રંગેહાથે ઝડપાયા…

લાંબા સમય બાદ ભુજની સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)ની કાર્યવાહીથી રેવન્યુ વિભાગમાં ભારે ચર્ચા અને ચકચાર મચી છે. ભુજ શહેર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી વર્ગ-3, ચંદુ ગેલાભાઈ હરણ (ઉં.વ. 34)ને ખેડૂત ખાતેદારનો દાખલો કાઢી આપવા બદલ રૂ. 35,000/- ની લાંચ સ્વીકારતા ACBએ રંગેહાથે ઝડપી પાડ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ, ફરિયાદીની વડીલોપાર્જિત જમીનનું વેચાણ થયા બાદ તેમની પાસે અન્ય કોઈ ખેતીની જમીન બાકી રહી નહોતી. ખેડૂત ખાતેદારનો દરજ્જો યથાવત રાખવા માટે જરૂરી દાખલો મેળવવા અરજી કરવામાં આવી હતી. આ કામ કરવા માટે શરૂઆતમાં રૂ. 40,000/- ની માંગણી કરવામાં આવી હતી, જે બાદ રકઝક પછી રૂ. 35,000/- નક્કી થયા હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ભુજ ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ગોઠવાયેલા છટકામાં આરોપી તલાટીએ ફરિયાદી પાસેથી રૂ. 35,000/- ની લાંચ સ્વીકારતા જ ACBની ટીમે તેમને પ્રાંત અને મામલતદાર કચેરીના પરિસરમાંથી રંગેહાથે ઝડપી લીધા હતા. ACBએ લાંચની સમગ્ર રકમ કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ સમગ્ર કાર્યવાહી સુપરવિઝન અધિકારી કે.એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ ભુજ ACBના જે.જે. ચૌધરીની ટીમે હાથ ધરી હતી.

Related posts

ભુજમાં પોલીસ દ્વારા સીલ થયેલ ટેન્કરમાંથી બેઝ ઓઈલની ચોરીનો પર્દાફાશ જેમાં ભાજપ આગેવાન સહીત પાંચ સામે ફરીયાદ

Kutch Kanoon And Crime

કચ્છના યુવાને ISI માટે કામ કરતી યુવતીની ખૂબસૂરતી અને પૈસાની લાલચમાં પાકિસ્તાન દેશને માહિતી પહોંચાડી

Kutch Kanoon And Crime

ગજોડ – સુમિટોમો કંપનીમાં મેનેજમેન્ટની બેદરકારીના વિરોધ સામે ન્યાય મેળવવા માટે ધરણા કરાયા

Kutch Kanoon And Crime

Leave a comment