Kutch Kanoon And Crime
GujaratKutchOther

લક્કીનાળાથી રામેન્દ્રા સુધી મરીન પોલીસનું સઘન કોસ્ટલ પેટ્રોલિંગ…

દરિયાઈ સુરક્ષા મજબૂત બનાવવા 5 કિમીથી વધુ ફૂટ પેટ્રોલિંગ, શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર રાખી બાજ નજર…

ગુજરાત રાજ્યની દરિયાઈ સુરક્ષા વધુ સઘન બનાવવા તેમજ આતંકવાદી પ્રવૃત્તિઓ, દાણચોરી, ડ્રગ્સની હેરાફેરી અને અન્ય શંકાસ્પદ ગતિવિધિઓને રોકવાના હેતુથી નાયબ પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર લીડરની કચેરી, કોટેશ્વર દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્મા તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક (દરિયાઈ સુરક્ષા) એ.એમ.મુનિયાના માર્ગદર્શન હેઠળ અને પોલીસ અધિક્ષક તથા મરીન સેક્ટર કમાન્ડર એસ.જે.પરમારના નિર્દેશન મુજબ તા. 20 જુલાઈ, 2026ના રોજ આ વિશેષ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

દરિયાઈ સુરક્ષા મજબૂત બનાવવા 5 કિમીથી વધુ ફૂટ પેટ્રોલિંગ, શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર રાખી બાજ નજર…

આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક બી.કે.ઝાલા, પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ઝાલા, પી.એસ.આઈ. તેમજ મરીન કમાન્ડોની ટીમોએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો. ટીમે કચ્છ જિલ્લાના લક્કીનાળાથી રામેન્દ્રા વિસ્તાર સુધી 5 કિલોમીટરથી વધુનું ફૂટ પેટ્રોલિંગ કરીને દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતી નજર રાખી હતી. પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ, વાહનો, બોટો તેમજ અવાવરુ સ્થળોની સઘન તપાસ કરવામાં આવી હતી. સાથે જ દરિયાકાંઠે ડ્રગ્સના પેકેટ, બેગ, ડ્રોન, દાણચોરી અને કેફી પદાર્થોની હેરાફેરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે વિશેષ ચેકિંગ હાથ ધરાયું હતું. મરીન પોલીસ દ્વારા હાથ ધરાયેલા આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગથી કચ્છના દરિયાકાંઠાની સુરક્ષા વધુ મજબૂત બનશે તેમજ અસામાજિક અને રાષ્ટ્રવિરોધી તત્વો સામે કડક સંદેશો પહોંચ્યો છે.

પ્રકાશિત નીતેશ ગોર ભુજ

Related posts

‘’વિશ્વ તબીબી દિવસ’’ નિમિતે ધરતીપુત્રો દ્વારા કોરોના વોરીયર્સનું સન્માન કરવામાં આવ્યું

Kutch Kanoon And Crime

મુન્દ્રા તાલુકાના વવાર અને ચંદ્રોડા વચ્ચે 25થી વધુ ઘેટા બકરાને કચડી નાખાતા ખળભળાટ

Kutch Kanoon And Crime

કચ્છમાં ઢેલના શિકારના આરોપમાં પકડાયેલા ત્રણ જણાએ અનેકના ઢોલ વગાડી દીધા

Kutch Kanoon And Crime

Leave a comment