Kutch Kanoon And Crime
BhujBreaking NewsCrimeGujaratKutch

ભુજ LCBની ટીમે આધાર પુરાવા વગરના 500 કિલો એલ્યુમિનિયમ વાયર સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડયા…

પશ્ચિમ કચ્છમાં ચોરીના ગુનાઓ પર અંકુશ લાવવા અને આધાર પુરાવા વગરની શંકાસ્પદ ચીજવસ્તુઓની હેરફેર અટકાવવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ભુજે સફળ કાર્યવાહી હાથ ધરી છે. એલ્યુમિનિયમના વાયર સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. LCBની ટીમે મળેલી બાતમીના આધારે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. દરમિયાન એક લોડિંગ પીકઅપ વાહનની તપાસ કરતા તેના પાછળના ભાગમાં અંદાજે 500 કિલો એલ્યુમિનિયમના વાયરના ગુચ્છા મળી આવ્યા હતા. પોલીસે વાયર અંગે બિલ કે માલિકીના આધાર પુરાવા માંગતા ત્રણેય ઇસમો કોઈપણ પ્રકારના દસ્તાવેજ રજૂ કરી શક્યા નહોતા. પ્રાથમિક તપાસમાં વાયર ચોરી અથવા છળકપટથી મેળવી ભુજ ખાતે વેચવા લઈ જવામાં આવી રહ્યા હોવાની શંકા ઉભી થતાં પોલીસે ત્રણેયની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં  (1) ઇમરાન આમદ કેવર (ઉ.વ. 30), રહે સુમરાસર (શેખ) તા. ભુજ, (2) સોયબ સુલેમાન સમેજા (ઉ.વ. 26) રહે સુમરાસર (શેખ), તા. ભુજ અને (3) રિઝવાન સુલેમાન સમેજા (ઉ.વ. 22) રહે સુમરાસર (શેખ), તા. ભુજનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલ મુદ્દામાલ 500 કિલો એલ્યુમિનિયમના વાયર – કિંમત 75,000/- રૂપિયા, લોડિંગ પીકઅપ (GJ-06-AX-9453) જેની કિંમત 3,00,000/- રૂપિયા મળી કુલ 3.75 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી PSI એમ.એચ. શીણોલ, ASI અનિરૂધ્ધસિંહ રાઠોડ, ASI નિલેશભાઈ ભટ્ટ, UHC ધર્મેન્દ્રભાઈ રાવલ, UHC શક્તિસિંહ ગઢવી અને UHC જીવરાજભાઈ ગઢવીની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રકાશિત નીતેશ ગોર – ભુજ

Related posts

મુન્દ્રાના વડાલા પાસે સામસામે બે કાર અથડાતા બે યુવાનોના મોત

Kutch Kanoon And Crime

મુન્દ્રા તાલુકાના પત્રીમાંથી વરલી મટકાના આંકડાનો જુગાર ઝડપાયો

Kutch Kanoon And Crime

R.R.Cell ભુજની ટીમે બનાસકાંઠામાં સ્વીફ્ટ કારના દરવાજામાં છુપાવેલ દારૂ સાથે બે રાજસ્થાની શખ્સોને ઝડપી લીધો

Kutch Kanoon And Crime

Leave a comment