Kutch Kanoon And Crime
AbdasaGujaratKutchSpecial Story

કોઠારા પ્રાથમિક શાળામાં વાનગી મેળો યોજાયો…

અબડાસા તાલુકાના કોઠારા ગામે પ્રાથમિક કન્યાશાળામાં વાનગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા મેનેજમેન્ટ કમિટી (એસ.એમ.સી)ના સભ્યો કોઠારા સરપંચ ત્રિકમભાઈ પરગડું વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અને બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ ઉપરાંત શાળામાં શિક્ષક ગણ જેમાં આચાર્ય પંચાણભાઇ પરગડું, મયુરભાઈ ગોર, રાજદીપસિંહ જાડેજાનો ખાસ સહયોગ રહ્યો હતો. વાનગી મેળામાં કન્યાશાળાની બાળાઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અવનવી વાનગીઓ સાથે સવારે સાત વાગ્યાથી શાળાનું પ્રાંગણ ધમધમી ઉઠ્યો હતો. વાનગીઓની સુગંધથી વાતાવરણમાં સુવાસ ફેલાઈ હતી. બાળાઓને પ્રોત્સાહિત કરવા મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને સૌ લોકો માટે વાનગી મેળો એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આવનાર સમયમાં આવા આયોજનોથી ગ્રામ્ય વિસ્તારમાં એક પર્વની છબી ઉત્પન્ન થતી હોય એવું દ્રશ્ય સર્જાયું હતું. નાની બાળાઓ પણ અત્યારથી જ ભોજન બનાવવા પ્રત્યે પ્રેરાય અને પોતાનું કૌશલ્ય રજૂ કરી શકે એવા હેતુથી આવા કાર્યક્રમો અવારનવાર યોજાય એવી ગ્રામજનોએ ઈચ્છા વ્યક્ત કરી હતી.

અહેવાલ : પ્રતિનિધિ જૈમિની ગોર દ્વારા

Related posts

માંડવી ઢુવા રખાલમાંથી ઝાડીઓમાં લટકતી લાશ મળી આવી : માંડવી પોલીસે તપાસ હાથ ધરી

Kutch Kanoon And Crime

કોરોના મહામારીની ચિંતા વચ્ચે કચ્છ સીમાએથી 150 કરોડ રૂપિયા જેટલો હેરોઇન ઘુસાડવાનો પ્રયાસ

આવા મૌલાનાને કડક સજા મળે તે માટે મુસ્લિમ સમાજના આગેવાનોને આગળ આવવાની જરૂર છે…

Kutch Kanoon And Crime

Leave a comment