Kutch Kanoon And Crime
AbdasaGujaratKutchSpecial Story

અબડાસા : વાયોર આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ સંગમ કાર્યક્રમ યોજાયું…

અબડાસા તાલુકાના વાયોર જુથ ગ્રામ પંચાયત હેઠળના આંગણવાડી કેન્દ્રો દ્વારા વાયોર આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ સંગમ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે વાયોર જુથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જાડેજા સુખદેવસિંહ પ્રભાતસિંહ, વાયોર ગ્રામ પંચાયતના તલાટી શ્રી કલ્પેશભાઈ ઠાકર, પંચાયતના સભ્યો, સ્ટાફ તેમજ વાયોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આંગણવાડી વર્કર બહેનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પોષણ સંગમ વિષે વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને કુપોષણગ્રસ્ત બાળકોને પોષણયુક્ત આહાર આપવાના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તદઉપરાંત, વિવિધ અવનવી પોષણયુક્ત વાનગીઓનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થતાં સૌએ આંગણવાડી બહેનોના પ્રયત્નોની પ્રશંસા કરી હતી.

પ્રકાશિત નિતેશ ગોર ભૂજ 

અહેવાલ પ્રતિનિધિ કિશોરસિંહ જીવણજી જાડેજા વાયર

Related posts

અબડાસાના કોઠારા નજીક સુથરીના યુવાનની હત્યા

Kutch Kanoon And Crime

ગઢશીશા – સગીરાના અપહરણ મામલે ગઢશીશા પોલીસ સામે ધરણા યથાવત…

Kutch Kanoon And Crime

પૂર્વ ક્ચ્છના નામાંકિત વકીલ હેતલ સોનપાર અને વિનોદ મકવાણાની દલીલો કામે લાગી : બે અલગ અલગ કેશોમાં જામીન મુક્ત કરાવ્યા

Kutch Kanoon And Crime

Leave a comment