Kutch Kanoon And Crime
AbdasaBreaking NewsCrimeGujaratKutch

અબડાસાના દરિયા કિનારેથી શંકાસ્પદ બિનવારસુ 10 પેકેટો મળી આવ્યા…

પશ્ચિમ કચ્છ જિલ્લાના કોઠારા પોલીસ સ્ટેશનના હદમાં આવતા ખુઅડા ગામના દરિયા કિનારેથી બિનવારસુ હાલતમાં શંકાસ્પદ માદક પદાર્થ ભરેલા પેકેટો મળતા પોલીસ વિભાગ દ્વારા પેકટો કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ કચ્છના દરિયા કિનારાઓ પર દરિયાઇ માર્ગે આવતા શંકાસ્પદ પેકેટોની મળી રહેતા હોઈ આ વિસ્તારના પોલીસ મથકોને કડક પેટ્રોલિંગ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓને અનુસંધાને, 02’એપ્રિલ ના રોજ સવારના ભાગે કોઠારા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી.પી. ખરાડીના માર્ગદર્શન હેઠળ કોઠારા પોલીસ, SOG, SIB, તથા SRD, ના અધિકારીઓ અને જવાનો સાથે મળી ખુઅડા ગામના દરિયા કિનારામાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ સ્થિતિમાં 10 પેકેટો કબ્જે દેખાયા હતા જે પેકેટોને કબ્જે તપાસ કરતા દરેક પેકેટ આશરે 1 કિલો ગ્રામ વજનના હતા. કુલ 10 કિલો ગ્રામ શંકાસ્પદ માદક પદાર્થો હોવાનું સામે આવ્યું હતું. પેકેટો બિનવારસુ હાલતમાં હોવાથી કોઠારા પો.સ્ટે. ખાતે જાણવા જોગ ગુનો દાખલ કરીને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કચ્છ જિલ્લાના દરિયા કિનારા પરથી અગાઉ પણ શંકાસ્પદ પેકેટો મળતા રહેલ છે. આ ઘટનાને આધારે લાગી રહ્યું છે કે નશાની ચોરી છુપા હેરાફેરીના ગેરકાયદેસર રસ્તાઓ તરીકે દરિયાઇ માર્ગનો ઉપયોગ થતો હોય તેમ લાગી રહ્યું છે. તપાસનિશ અધિકારીઓ સમગ્ર મામલે વધુ વિગતો એકત્ર કરીને તપાસ ચલાવી રહ્યા છે. કોઠારા પોલીસ અને સંબંધિત વિભાગોની આ કાર્યવાહી નશાના જાળને તોડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ ગણાઈ શકે છે. ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેંજ-ભુજ, પોલીસ અધિક્ષક વિકાસ સુંડા તથા નાયબ પોલીસ અધિક્ષક બી.બી. ભગોરા નખત્રાણા દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ કામગીરીમાં અધિકારીઓમાં SOG, ના ASI જોરાવરસિંહ જી. જાડેજા, ASI માણેકભાઇ ગઢવી, પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ પ્રજાપતિ, કુલદીપસિંહ રાણા, રવિરાજસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઇ રાતડિયા, અલ્પેશભાઇ ચૌધરી, SIB,ના AIO, તથા SRD, અજયસિંહ જાડેજા સાથે રહ્યા હતા.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

વડાલા જૂથ ગ્રામ પંચાયતને ખાનગી ઉદ્યોગ દ્વારા સફાઈ માટે 1, 29,000/- અપાયા

Kutch Kanoon And Crime

ABVPના 72’માં સ્થાપના દિવસની ઉજવણી મુન્દ્રાના સમાઘોઘા ગામે વૃક્ષા રોપણથી કરવામાં આવી

Kutch Kanoon And Crime

ભુજ ખાતે એરફોર્સના કર્મચારીએ પોતાની જ રાયફલથી આત્મહત્યા કરી લેતા ખળભળાટ..!

Kutch Kanoon And Crime

Leave a comment