Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchSpecial Story

કચ્છમાં ઘુસણખોરીના આરોપીઓ અને દેશદ્રોહ કે જાસુસી જેવા અપરાધોમાં સામેલ આરોપીઓ સામે બુલડોઝર કાર્યવાહી કરવાની લોકોમાં માંગ…

અત્યારે સમગ્ર કચ્છમાં એક ચર્ચા જાગી છે સાથે સાથે લોકોની ભારે માંગ પણ છે કે જેમ નાના-મોટા અપરાધીઓને કડક સજા આપી તેમના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવે છે, તેમ દેશદ્રોહ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે પણ એટલી જ સખત કાર્યવાહી થવી જોઈએ. આ માંગ ખાસ કરીને તેમના માટે ઉઠી રહી છે, જેમણે ભારતની જમીન પર રહીને પાકિસ્તાન માટે ઘુસણખોરી કે જાસૂસીના કામ કર્યા હોવાના ગંભીર આરોપોનો સામનો કર્યો છે આવા આરોપીઓ પૈકી કેટલાક આરોપીઓ હાલ જેલમાં છે તો કેટલાક સામે કેસ ચાલી રહ્યા છે. લોકો કહે છે કે, દેશનું અન્ન ખાઈને દુશ્મન દેશ માટે કામ કરનારા એવા ગદ્દારો સામે કડકમાં કડક પગલાં લેવા જ જોઇએ. જો એવા આરોપીઓના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે તો ભવીષ્યમાં કોઈ પણ વ્યક્તિ દેશદ્રોહ કરવાની હિંમત નહીં કરે. અમદાવાદ બોમ બ્લાસ્ટ સહિત અનેક એવા કેશ છે જેમાં કચ્છનું કનેકશન ખૂલ્યું હોય અને કચ્છનું નમક ખાઈને પાકિસ્તાન માટે કામ કરનારા શખ્સો સામે હવે કાર્યવાહી કરવાની જરૂર છે. કચ્છમાં એક અંદાજ મુજબ 20 થી વધુ એવા આરોપીઓ છે જેઓ હાલ અમુક જેલમાં છે તો અમુક જામીન મુક્ત પણ છે આ એવા આરોપી શખ્સો છે જેઓ સામે જાસૂસીના કેશ ચાલી રહ્યા છે એવા આરોપીઓને કે તેઓના પરિવારોને સરકારી દરેક યોજનામાંથી બાકાત કરી નાખવાની જરૂર છે સાથે સાથે તેઓના મકાનો કાયદેસર છે કે કેમ તેની તપાસ કરી ગેરકાયદેસર હોય તો તોડી પાડવાની જરૂરત છે તેવી હાલ લોક માંગ ઉઠી રહી છે. નોંધનીય છે કે કચ્છ એ પાકિસ્તાન સીમાને અડીને આવેલ જિલ્લો છે ભૂતકાળમાં આ જિલ્લામાં જાસુસી સહિતના અનેક દેશ વિરોધી પ્રકરણ બહાર આવેલા છે જેમાં સ્થાનિક કેટલાક ઈસમોની સંડોવણી પણ સ્પષ્ટ થયેલ છે. તો આ સરહદી કચ્છ જિલ્લામાં ખાસ કરીને દુર્ગમ વિસ્તારના ગામડાઓમાં આંખને આંજી નાખે તેવી જાક જમાડ જિંદગી જીવનારા કેટલાક તત્વોની હાલ ચાલ શંકાસ્પદ હોવાનું મનાય છે. તો બીજી તરફ કચ્છ જિલ્લામાં પણ અનેક ઔદ્યોગિક એકમોમાં મજૂરીના બહાને હજારોની સંખ્યામાં આંતરરાજ્યના લોકો આવી રહ્યા છે જેમાં પશ્ચિમ બંગાળના અનેક લોકોનું પણ સમાવેશ થાય છે આ બંગાળ વાસીઓ પૈકી કેટલાક બાંગ્લાદેશી હોવાની પૂરેપૂરી શક્યતા છે જેઓ કોઈ પણ રીતે ભારતીય નાગરિક હોવાના આધારકાર્ડ સહિતના બનાવટી દસ્તાવેજો બનાવીને રહેતા હોવાની શક્યતા છે ઉપરાંત જિલ્લામાં ધાર્મિક શિક્ષણના બહાને આંતર રાજ્યના કેટલાક ધાર્મિક નેતાઓ પણ કચ્છમાં પ્રવેશી ચૂક્યા છે એ ધાર્મિક નેતાઓ પૈકી કોઈ બાંગ્લાદેશી તો નથી ને તેની પણ તપાસ કરવી અત્યંત જરૂરી છે. આ તમામ ધાર્મિક કહેવાતા નેતાઓ ધાર્મિક શિક્ષણના નામ પ્રચાર પ્રસાર માટે આવ્યા હોય એ તમામ દેશદ્રોહી ન હોઈ શકે પરંતુ કેટલાક શંકાના ડાયરામાં જરૂર છે જેની પૂરી તપાસ કરવી અત્યંત આવશ્યક છે.

(નોંધ – આ કોઈ વ્યક્તિગત સ્ટોરી નથી પરંતુ દેશહિત માટે અને ખાસ કરીને કચ્છ સીધી રીતે જમીન માગે પાક સીમા સાથે જોડાયેલ છે એટલે હાલની સ્થિતિ અને ભવિષ્યને નજર સમક્ષ રાખી, તંત્ર સમક્ષ લોક માંગ રાખવી યોગ્ય છે)

પ્રકાશિત – નિતેશ ગોર 9825842334

Related posts

માનુકુવા ગામે આખલા સાથે બુલેટ અથડાતા આશાસ્પદ યુવાનનું મોત

Kutch Kanoon And Crime

જી.કે. જનરલ હોસ્પિટલ covid-19 વોર્ડમાં ઓક્સિજન બેડ હાઉસ ફૂલ થયુ – હવે ખભેથી ખભા મિલાવી મહામારીથી બચીએ

Kutch Kanoon And Crime

પાલનપુર RTO’ઓ ઓફિસના ઇન્સ્પેક્ટર વર્ગ-૨ વચેટીયા મારફત 11,700/-ની લાચ લેતા ઝડપાયા

Kutch Kanoon And Crime

Leave a comment