Kutch Kanoon And Crime
AbdasaBreaking NewsGujaratKutch

ABG સિમેન્ટ કંપની સામે કરોડો રૂપિયા બાકી અંગે આંદોલન છેડાયું…

અબડાસા તાલુકાના ગરડા પંથકમાં આવેલ ABG સિમેન્ટ કંપની દ્વારા સ્થાનિક કોન્ટ્રાકટર, કામદારો અને અન્ય નાનાં મોટાં વેપારીઓના કરોડો રૂપિયાના બાકી ચૂકવણાં ન ચુકવાતા આક્રોશ ફાટી નીકળ્યો છે. વાયોરથી લગભગ 6 કિમી દૂર આવેલી આ કંપની વિરુદ્ધ લગભગ 14 ગામોના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. અકરી મોટી ગામ પાસે આવેલી ABG કંપની સામે ઠુમડી, બેર નાની-મોટી કરમટા, રોહારો, હોથીયાય, ગોલાય, પંખા, નવાવાસ, વાલાવારી, વાઢ અને ભગોડીવાઢ જેવા ગામોના લોકો ધરણાં પર બેસી ગયા છે. જીલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને પીઢ રાજકીય આગેવાન શ્રી અનુભા જાડેજાની આગેવાની હેઠળ શાંતિપૂર્ણ હડતાળ શરૂ કરાઈ છે. અનુભા જાડેજાએ જણાવ્યું હતું કે, “ABG કંપની સાથે અમારા જમીન કરાર થયા હતા. ખેતરો વેચ્યા હતા, અને રોજગાર, આરોગ્ય, શિક્ષણ જેવી અનેક કામગીરીમાં સહયોગનો કરાર પણ થયો હતો. પરંતુ ABG કંપની દ્વારા કારખાનું બંધ કરી દેતા અને બાકી ચૂકવણાં નહીં આપતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ કંપનીનું સંચાલન વડરાજ અને પછી નિરમા દ્વારા કરવામાં આવી રહ્યું છે. હડતાળ કરનારાઓની માંગ છે કે, જેમ જુની કંપનીઓના બાકી ચૂકવણાં નવી કંપનીઓએ ચૂકવ્યા છે, તેમ નિરમા એકમ પણ બાકી રકમ ચુકવી આપે. હડતાળ કરનારાઓએ એક સપ્તાહ પહેલા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું, પણ કોઇ પગલાં નહીં લેવાતા આખરે કંપનીના ગેટ સામે સોમવારથી હડતાળ શરૂ કરવામાં આવી છે.

– હડતાળના મુખ્ય મુદ્દાઓ પર જો ધ્યાન આપીએ તો…

મુખ્યત્વે કરોડો રૂપિયાનું બાકી ચુકવણું…

જમીન વેચાણ કરાર મુજબ લાભ મળ્યો નહીં…

રોજગાર, શિક્ષણ અને આરોગ્ય અંગેના કરારો પણ અધૂરા છે…

હડતાળ કરનારાઓની સીધી માંગ છે કે, જેમ જુની કંપનીના બાકી ચુકવણાં નવી કંપનીએ ચુકવ્યા છે. તેમ નિરમા એકમ પણ જવાબદારી સ્વીકારી ચુકવણી કરે…

આંદોલન કરનારાઓમાં અનિરુદ્ધસિંહ, હારૂન હાલેપોત્રા, રાજુભા જાડેજા, હાજી ઈસ્માઈલ કેર, પ્રદ્યુમનસિંહ જાડેજા, રાજાભાઈ રબારી, સલીમભાઈ, હાજી હસણ સુમરા, મામદ સુમાર માજી સરપંચ, હાજી ઓસમાણ કેર રોહારા, છગનભાઈ જોષી, રાહુલભાઈ જત, મમુભાઈ રબારી, જુમાભાઈ જત માજી સરપંચ, ઈશક કેર, માજી તાલુકા પંચાયત સદસ્ય જુવાનસિંહ પ્રવિણસિંહ જાડેજા, કરીમભાઈ સુમરા, આમદભાઈ આલીપોદરા સાથે રહ્યા હતા…

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

અહેવાલ કિશોરસિંહ જીવણજી જાડેજા વાયોર દ્વારા…

Related posts

આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં પશ્ચિમ કચ્છ પોલીસના બે અધિકારીઓનું વિશિષ્ટ પ્રશંસાપત્ર સાથે સન્માન કરાયું

Kutch Kanoon And Crime

10 કરોડની ખંડણી વાળા હની ટ્રેપ મામલામાં ફરાર આરોપી એડવોકેટ હરેશ કાંઠેચાની રતનાલ નજીકથી ધરપકડ

Kutch Kanoon And Crime

મધ્ય રાત્રિથી વહેલી સવાર સુધી ભચાઉ તાલુકામાં ઓવરલોડ વાહનો ખુલ્લે આમ દોડી રહ્યા છે : અધિકારીઓ ઊંઘી રહ્યા છે.

Kutch Kanoon And Crime

Leave a comment