Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchSpecial Story

આવા મૌલાનાને કડક સજા મળે તે માટે મુસ્લિમ સમાજના આગેવાનોને આગળ આવવાની જરૂર છે…

જડોદર કોટડા ગામે ગણેશ મૂર્તિ ખંડિત કરવાની ઘટના અને મંદિર પર ઝંડો લગાવવાની ઘટનામાં ઝડપાયેલ આરોપીઓ પૈકી મૌલાનાના નિવાસ સ્થાનેથી ઘાતક હથિયાર જપ્ત કરાયા…

નખત્રાણા તાલુકાના જડોદર કોટડા ગામે કોમી માહોલ બગાડવાના આશય સાથે ગણેશ મૂર્તિ ખંડિત કરવાની ઘટના અને મંદિર પર બીજા ધર્મનો ઝંડો લગાડવામાં પકડાયેલ આરોપીઓ પૈકી ચાર આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા બાદ પોલીસે હાથ ધરેલી તપાસમાં આરોપી મૌલાના ગુલામ હુસેન જાફરના રહેઠાણ અને જ્યાં મદ્રેસો આવેલ છે ત્યાં તપાસ દરમિયાન પોલીસને કેટલાક પુસ્તકો ઉપરાંત હથિયાર મળી આવ્યા છે. આ અંગે ગેરકાયદેસર ઘાતક હથિયાર રાખવા સંબંધે અલગથી મૌલાના સામે ગુનો નોંધવામાં આવેલ છે. આમ પકડાયેલ આરોપીઓ પૈકી મૌલાનાનો ઈરાદો શંકાસ્પદ હોવાનું લગભગ સ્પષ્ટ થયું છે. આ મોલાનાના ચહેરા પર પણ તેના દિલો દિમાગમાં બદ ઇરાદો હોવાના અણસાર સ્પષ્ટ દેખાઈ રહ્યા છે અને તે કોમી ઝેર ઓકવાનું કામ કરતો હોવાનું ચિત્ર ઉભરી રહ્યું છે નોંધનીય છે કે કચ્છ જિલ્લામાં સેંકડો વર્ષોથી હિન્દુ મુસ્લિમ એક થઈને રહે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી મૌલાના ગુલામ હુસેન જાફર જેવા તત્વોએ અડ્ડો જમાવ્યા બાદ પરિસ્થિતિ બદલવા લાગી છે આવા તત્વો લોકોના દિલો દિમાગમાં ઝેર ભરીને એકબીજા પ્રત્યે નફરત ફેલાવવાના પ્રયાસો કરે છે ત્યારે આવા તત્વોથી સાવધાન રહેવાની જરૂર છે આવા તત્વોના કારણે જ આવા બનાવો બની રહ્યા છે અને લોકો શંકાની નજરે જોવા લાગ્યા છે. એક આખી કોમ ક્યારે પણ ગુનાખોર ન હોઈ શકે પરંતુ ઘણ્યા ગાંઠિયા આવા તત્વોના કારણે લોકો એકબીજા પ્રત્યે શંકાની નજરથી જોવા લાગ્યા છે. કચ્છમાં લગભગ તમામ ગામડાઓમાં હિન્દુ મુસ્લિમ સમાજો વસવાટ કરે છે અને એકબીજા સાથે ભાઈચારાથી ભાગીદારીમાં ખેતી પશુપાલન સહિતના વ્યવસાયો પણ કરે છે. આવા અમુક તત્વોના કારણે કચ્છની કોમી એકતાને નુકસાન થઈ રહ્યું છે. હકીકતે તો હવે મુસ્લિમ સમાજના અગ્રણીઓ, સમાજિક હોદેદારો બહાર આવીને આવા તત્વોને કડકમાં કડક સજા થાય તે માટે રજૂઆતો કરવાની જરૂર છે. આવા તત્વોની શાન ઠેકાણે લાવવાની જરૂર છે. કોઈ પણ ધર્મગુરુ ક્યારે પણ કોઈ પણ ધર્મ વિરોધ કાર્ય નથી શીખવાડતા પછી મુસ્લિમ ધર્મના ધર્મગુરુ હોય કે હિન્દુ સમાજના ધર્મગુરુ પરંતુ જ્યારે આવા તત્વો જે મૌલાના તરીકે સમાજમાં પૂજતા હોય અને આવા કૃત્ય કરે ત્યારે આવા તત્વોને મુસ્લિમ સમાજના સામાજિક આગેવાનોએ આગળ આવી આવા તત્વોને કડક સજા થાય તેવી રજૂઆત અવશ્ય કેવી જોઈયે અને સમાજમાં અપીલ કેવી જોઈયે કે, ગણ્યા ગાંઠયા આવા તત્વોની વાતોમાં ન આવી કચ્છની કોમી એકતાની પરંપરા જાળવી રાખવી પડશે તે સમયનો તકાદો છે.

પ્રકાશિત નિતેશ – 9825842334

Related posts

અબડાસા તાલુકાના વાયોર ગામે રૂ. 439 લાખના રોડ કામોનું ખાતમુહૂર્ત કરાયું…

પશ્ચિમ ક્ચ્છ વિરાગનાં સ્કોડની કામગીરીમાં વધુ એક પીછું ઉમેરાયું…

Kutch Kanoon And Crime

મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયન ડેથના ફરાર આરોપી પોલીસ કર્મચારીઆેને ફરજમાંથી ડિસમિસ કયારે કરાશે

Kutch Kanoon And Crime

Leave a comment