અબડાસાના દરિયા કિનારેથી સતત મળી આવતા હેરોઈન અને ચરસના પેકેટોના સિલસિલા વચ્ચે આજે બોર્ડર સિક્યુરિટી ફોર્સ, BSF દ્વારા હાથ ધરાયેલ સર્ચ ઓપરેશન દરમિયાન વધુ 20 ચરસના પેકેટ મળી આવ્યા હતા. અબડાસાના દરિયા કિનારેથી સતત મળી આવતા ડ્રગ્સના બિનવારસુ પેકેટો સતત મળી રહ્યા હોવાથી હવે આ ઓપરેશનમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSF, ના જવાનો પણ સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. આજે જખૌ વિસ્તારમાં સર્ચ દરમિયાન બોર્ડર સિક્યુરિટી ફોર્સ,ના જવાનોને 20 પેકેટ હાથ લાગ્યા હતા જેને કબ્જે કરી જખો મરીન પોલીસને સુપ્રત કરાયા છે. નોંધનીય અને આશ્ચર્યની બાબતે એ છે કે, અત્યાર સુધી અહીં દરિયા કિનારેથી એક બે કે ચાર પેકેટો ડ્રગ્સના મળી આવતા હતા એ પણ છુટા છવાયા, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી 10 પેકેટ ભરેલા થેલા મળી રહ્યા છે ત્યારે અહીં રીતસર ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓની ગેંગ અથવા નાપાક ડ્રગ્સ એજન્સી કાર્યરત છે અને તેની સાથે કોઈ સ્થાનિક સંડોવાયેલ છે એ સ્પષ્ટ થાય છે. સાથે સાથે કરોડોની કિંમતના એક સાથે 10-10 પેકેટ ભરેલા થેલા જ્યારે મળતા હોય ત્યારે આ થેલા ભારતીય જળસીમામાં અથવા તો કિનારા સુધી તરતા આવી જાય છે જે બાબતે અગર ગંભીરતાથી વિચારીયે તો અહી કોઈ કોડવર્ડ તરીકે કાઈ તો છે એટલે એક બે કે ચાર પેકેટો મળી રહ્યા છે બાકી અંધારામાં અથવા તો દરિયાની ‘ઓટ’ માં દરિયાઈ પાળ કૂદી નીકળી જાય છે. અહી સોએ સો ટકા સ્થાનિક નેટવર્ક કાર્યરત હોવાની આશંકા છે જે કોઈ કોડવર્ડના ઇશારે કામ કરી રહ્યું છે. કારણ કે લાખો કરોડોની કિંમતનો માલ આ રીતે કોઈ બિન વારસો ફેંકી ન જાય એ સ્પષ્ટ છે. ત્યારે અહીં ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનું નેટવર્ક ચલાવનાર જે કોઈ હોય તે સ્થાનિક નેટવર્કને વાકેફ કરીને જ આ રીતે થેલા પાણીમાં પધરાવતા હોઈ શકે છે અથવા અગાઉથી અહી આવા થેલા કદાચ આવી ગયા હસે અને એકાદ બે થેલા બે ચાર દિવસે ‘શો’ કરી દેવાતા હસે જેના કારણે ધ્યાન એક બાજુ દરિયાઈ વિસ્તારમાં જાય અને બીજી આજુ બાકીનો માલ રોડ રસ્તાઓથી સગે વગે કરવામાં આસાન થઈ જાય. ત્યારે આ અંગે એ દિશામાં ગંભીરતા પૂર્વક તપાસ કરવાની જરૂર છે. દરરોજ આમ બિન વારસો મળી આવતા ડ્રગ્સનાં પેકેટો કબ્જે કરી હથિયારો સાથે ફોટા પડાવી ખુશી મનાવવી એના કરતા આવા બિન વારસો મળી આવતા ડ્રગ્સના થેલા પાછળના કોડ વર્ડને સમજી દરિયાઈ મોજા પાછળનું સર્ચ ઓપરેશન થાય તે જરૂરી છે. કેમે કે કચ્છમાંથી અનેક એવા લોકો પકડાયા છે જેઓ ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલા છે. સ્થાનિક પોલીસે પણ સ્થાનિક લોકોને પણ અનેક વખત પકડ્યા છે પરંતુ પકડાયેલા નાના નાના પેડલરો પાછળ મોટા કારોબારીઓ કામ કરે છે તે સત્ય છે જો આવું ન હોય તો ગાંધીધામ વિસ્તારમાંથી બિન વારસી મળેલા ચરસના પેકેટ હવામાં ઉડીને ત્યાં આવ્યા હસે..? ગાંધીધામ બાજુના વાડામાં કન્ટેનરમાં ડ્રગ્સના પેકેટો ક્યાંથી આવ્યા હસે..? તપાસ જરૂરી છે અને ક્યાં સુધી આવી રીતેજ ચરસ ડ્રગ્સના પકેટો કબ્જે કરતા રહીશું..!!? મૂળ સુધી તો જવો પડશે જે સ્થાનિક સુરક્ષા એજન્સીની ફરજ છે અને કેન્દ્ર તેમજ ગુજરાત સરકાર પણ હવે સતર્ક બને ફક્ત મીટીંગો અને દાવાઓ સાથે હવે ઠોસ કાર્યવાહીની જરૂર છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334