Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGandhidhamGujaratKutch

ભુજથી ઉપડેલી સયાજીનગરી ટ્રેનમાં ત્રણ વર્ષના બાળકને મૂકી ગાંધીધામથી ફરાર થયેલી યુવતીને રેલ્વે પોલીસે પકડી પાડી

ગઈ તારીખ 21’જૂનના રોજ ભુજથી રાત્રે 10 : 35 કલાકે ઉપડેલી સયાજીનગરી ટ્રેનમાં પોતાના ત્રણ વર્ષના બાળક સાથે ચડેલી યુવતી પોતાના ત્રણ વર્ષના બાળકને ગાંધીધામ રેલવે સ્ટેશન જનરલ કોચમાં મૂકી નાસી ગયા બાદ ભુજ અને ગાંધીધામ રેલવે પોલીસ દ્વારા ચેક કરાયેલા CCTV કેમેરામાં સંબંધિત યુવતી દેખાયા બાદ રેલવે પોલીસે મૂળ અમદાવાદની યુવતીને પકડી પાડી હતી. માતૃત્વને કલંક લગાવતી આ ઘટનાની વિગત એવા પ્રકારની છે કે, 21’તારીખે ભુજ ખાતેથી ઉપડેલી સયાજીનગરી ટ્રેનમાં એક ત્રણ વર્ષનો બાળક નિરાધાર હાલતમાં મળી આવ્યા બાદ ગાંધીધામ રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ભુજ ખાતે 21’જૂનના રોજ રાત્રે 10 : 35 કલાકે ઉપડેલી સયાજીનગરી ટ્રેનમાં બ્લુ રંગનો કુરતો અને કેસરી લાલ જેવા રંગની ઓઢણી ઓઢેલી એક યુવતી અને ટીશર્ટ પહેરેલ અને કેસરી ટોપી ધારણ કરેલ એક દંપતિ સંબંધિત બાળક સાથે ભુજ રેલવે સ્ટેશન સયાજીનગરી એક્સપ્રેસમાં જનરલ કોચમાં ચડતા દેખાયા બાદ ટીશર્ટ પહેરેલ યુવક ટ્રેન ઉપડ્યા પછી રેલવે સ્ટેશનથી બહાર નીકળતો દેખાયો હતો બાદમાં ગાંધીધામ ખાતે ફરીથી રેલ્વે પોલીસે CCTV કેમેરા ચેક કરતા તેમાં સંબંધી ગાંધીધામ રેલવે સ્ટેશનથી બહાર જતી દેખાઈ હતી. આ અંગે રેલવે પોલીસના PSI, જે.બી. કુરેશીએ સંબંધિત યુવતી સામે ગુનો નોધી તપાસ હાથ ધરતા સંબંધિત યુવતી પકડાઈ ગઈ હતી જેની પૂછપરછમાં સંબંધિત યુવતી અમદાવાદની હોવાનું અને અગાઉ પાલનપુર ખાતે લગ્ન થયાનું અને એ લગ્ન જીવન દરમિયાન એક બાળક થયાનું જણાવ્યું હતું. બાદમાં કોઈ કારણોસર બંને પતિ-પત્ની વચ્ચે છૂટાછેડા થતાં સંબંધિત યુવતી પોતાની માતા પાસે અમદાવાદ ચાલી ગઈ હતી. દરમ્યાન તાજેતરમાં બિહારના એક યુવક સાથે પરિચય થતા સંબંધિત યુવક કામ અપાવવાના બહાને સંબંધીત યુવતીને ભુજ લાવ્યા બાદ અહીં બને મજુરી કામ કરવા લાગ્યા હતા. પરંતુ બાળક મજૂરી કામે લઈ જવાની ઠેકેદારે ના પાડતા આ બાળકને નાની પાસે મુકવાનું નક્કી કરી સંબંધીત યુવતી પોતાના બાળકને લઈ પોતાની માતા પાસે અમદાવાદ બાળક મુકવા જવાનું કહી ભુજથી નીકળ્યા બાદ કોઈ કારણસર અથવા કોઈ બદ ઇરાદે પોતાના બાળકને ટ્રેનના જનરલ કોચમાં નિરાધાર મૂકી ગાંધીધામ ઉતરી ગઈ હતી અને ગાંધીધામ રેલવે સ્ટેશનથી બહાર ચાલતી પકડી હતી આ અંગે રેલવે PSI, કુરેશીએ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

અંજારના ટિમ્બરના વેપારીના પુત્રના અપહરણ અને સવા કરોડની ખંડણી મામલે રહસ્ય ઘેરુ બન્યું

Kutch Kanoon And Crime

2018માં ગઢવી યુવાનની હત્યા કરી લાસના ટુકડા કરી ઊંડા બોરના પાઇપમાં નાખી દેવાયાના પ્રકરણમાં આરોપીઓને આજીવન કેદ

Kutch Kanoon And Crime

સુઝલોન દ્વારા બુડીયા ગામના વિકાસ માટે CSR હેઠળ લાખો રૂપિયા અપાયા અને મોટી સિંધોડીની માત્ર 25 મીટર તૂટી ગયેલી પાપડી રીપેરીંગ કરવા કરગરવું પડે….!!?

Leave a comment