Kutch Kanoon And Crime
BhachauBreaking NewsCrimeGujaratKutchSpecial Story

મધ્ય રાત્રિથી વહેલી સવાર સુધી ભચાઉ તાલુકામાં ઓવરલોડ વાહનો ખુલ્લે આમ દોડી રહ્યા છે : અધિકારીઓ ઊંઘી રહ્યા છે.

કચ્છના ખાણ ખનીજ વિભાગ દ્વારા આમતો ઓવરલોડ વાહનો જેમાં ખાણ ખાનીજને લગતુ હોય તેવા વાહનોની ચેકીંગ કરવી જોઈયે અને જો લાગે તો દંડ ફટકારી કાર્યવાહી કરવી જોઈયે પરંતુ એવું થોડું ઘણું બાદ કરતા ક્યાં પણ દેખાતું નથી. ઓવરલોડ વાહન ચાલકો પર ખાણ ખનીજ વિભાગ મહેરબાન હોય તેમ બિન્ધાસ પણે કોઈની બીક રાખ્યા વગર ખુલ્લે આમ બે રોકટોક ઓવરલોડ વાહનો અવર જવર કરી રહ્યા છે. કચ્છના ભચાઉ નેશનલ હાઈવે માર્ગો પર રેતી ભરેલા ટ્રકો તંત્રની રહેમ નજર હેઠળ ચલાવાઈ રહ્યા છે. હવે ઓવરલોડ વાહન બેફામ બન્યા હોવાની લોક ચર્ચાઓ પણ થવા લાગી છે વહેલી સવારે અને મધ્ય રાત્રે રેતી ભરેલા ઓવરલોડ ટ્રકો, ડમ્પરો, ટ્રેકટરો, પસાર થઈ રહ્યાં છે. તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. ઘણી વખત તો ખુલ્લા ડમ્પર, ટ્રેકટરો, ટ્રકોમાં રેતી લઈ જવાતી હોવાથી પાછળ આવતાં ટુ વ્હીલર ચાલકોની આંખોમાં રેતી ઉડતી હોય છે. જેના કારણે અકસ્માતની થવાની સંભાવના વધી જતી હોય છે. તેમ છતાં ટ્રાફિક પોલીસ કે ખાણ ખનીજ વિભાગ કાઈ પણ કાર્યવાહી કરી શકતું નથી. વર્ષે દહાડે ખાણ ખનીજ અને ટ્રાફિક પોલીસ દ્વારા એકાદ બે ડમ્પર, ટ્રકો, ટ્રેકરો, કે નાના મોટા વાહનો પકડીને કાર્યવાહી કર્યાનો સંતોષ માની લેવામાં આવે છે. ભચાઉ તાલુકામાં ખુલ્લે આમ રેતી ખનન ચાલે છે જે રોકવામાં તંત્ર સફળ રહ્યું નથી એવી લોકચર્ચાઓ થવા લાગી છે સાથે સાથે રોયલ્ટી ભર્યા વિના કે ઓવર લોડ વહન કરતા વાહનો પણ બિન્ધાસ્ત પણે ચલાવાઈ રહ્યા છે. જિલ્લાના અનેક માર્ગો પર રેતી માટી ભરીને જતા વાહન ચાલકો સામે દંડ વસૂલ કરવામાં કે કાયદેસર કાર્યવાહી કરવામાં તંત્ર નિષ્ફળ ગયું છે એ સનાતન સત્ય છે. મધ્ય રાત્રિથી ચાલુ થતું આ કારોબાર વહેલી સવાર સુધી સમેટી લેવામાં આવે છે. ક્યારે ક્યારે દિવસે પણ આપણને આવા ઓવરલોડ વાહનો નજરે ચડતા હસે અને રેતી ભરેલા ડમ્પરો, ટ્રકો, ટ્રેકટરો જેવા વાહનો જેના પર તાલપત્રી પણ લગાડવામાં આવતી નથી જેના કારણે પાછળ આવતા વાહનો અકસ્માતનો ભોગ બને છે. જે નિયમ વિરૂદ્ધ છે.

અહેવાલ : અલ્પેશ પ્રજાપતિ ભચાઉ
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ગાંધીધામમાં યુવાનને પરાણે પ્રીત કરવી મોંગી પડી… જીવથી હાથ ધોવા પડ્યા…

Kutch Kanoon And Crime

2021ના પ્રથમ સપ્તાહે પૂર્વ ક્ચ્છ પોલીસને ચેલેન્જ : ખુલ્લેઆમ હત્યાથી ભર બજારે સન્નાટો

Kutch Kanoon And Crime

ભુજના સુમરા ડેલી પાસેના વિસ્તારમાં શ્વાન લાડુ સમજી બટકું ભર્યુ અને થયું બ્લાસ્ટ…

Kutch Kanoon And Crime

Leave a comment