Kutch Kanoon And Crime
AbdasaGujaratKutchSpecial Story

વાયોરમા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે હોળી દહન અને રંગોત્સવ મનાવવામાં આવે છે : ધજાની દિશા જોઇને વરસાદનું આગમન નક્કી થાય છે

અબડાસા તાલુકાના ગરડા પંથક વિસ્તારમાં આવેલા વાયોરમાં સૌથી મોટી હોળી પરંપરા મુજબ વાયોરના ટીલાટ દ્વારા પ્રગટાવવામાં આવે છે. જેમા પરંપરાગત રીતે વાયોરના શંકર મંદિરનાં મહંતશ્રી દ્વારા વિધી વિધાન પુર્વક પુજન અર્ચન કરવામાં આવે છે તેમજ આ પ્રસંગે વાયોર ગામના તમામ સમાજના આગેવાનો તેમજ ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને હોળી દહન બાદ તમામ સમાજના લોકો સાથે મળીને હોળીની પ્રદક્ષિણા કરે છે ત્યાર બાદ ભજન કીર્તન કરવામાં આવે છે જેમાં વાયોરની ઠાકર ભજન સેવા મંડળીના કલાકારો દ્વારા સંતવાણીની રમઝટ બોલાવામા આવે છે હોળીના દિવસે વરસાદનાં શુકન જોવામાં આવે છે જેમ કે હોળી ઉપર ધજા લગાવવામાં આવે છે એનાં ઉપરથી કે જો ધજા કોઈપણ દિશામાં જાય તો વરસાદ શકેત સારા હોય છે અને જો ધજા ઠામો ઠામ એટલે કોઈપણ દિશામાં ન જાય તો દુષ્કાળના શંકેત મળતા હોય છે એવી પરંપરા વર્ષોથી ચાલતી આવે છે અને એ સત્ય થાય છે હોળી દહન અગાઉ ખાડો કરવામાં આવે છે જેમાં એક માટલીમાં દેશી ચણા ભરીને ખાડામાં રાખી તેનાં ઉપર માટી નાખીને એનાં ઉપર છાણાં ચારેય તરફથી બરોબર રીતે ગોઠવી છાણાંની બે હોળી બનાવવામાં આવે છે એક મોટી નાની તેનાં ઉપર મોટી નાની ધજા લગાવવામાં આવે છે અને એક નાની હોળી બનાવવામાં આવે છે. આ ધજાઓ દ્વારા વરસાદના આગમાં સળગતી સળગતી પવનની દિશાનાં આધારે જે દિશામાં જાય તેનાં ઉપરથી વરસાદ કેવો થશે તે નક્કી કરવામાં આવે છે એવું વાયોર ગામનાં વડીલ સરપંચશ્રી જાડેજા પ્રભાતસિંહ સતુભા તેમજ જાડેજા પ્રુથ્વીરાજસિહ વેસલજી બને જાણકાર વડીલોએ શાસ્ત્રો મુજબ કહે છે. હોળીના બીજા દિવસે ખાડામાં રાખેલ માટલીમાંથી દેશી ચણાની પ્રસાદી આખાં વાયોર તેમજ આજુબાજુના ગામોમાં આપવામાં આવે છે આવી રીતે વાયોર ગામની હોળીની પરંપરા મુજબ એક અનોખી ઉજવણી કરવામાં આવે છે જેમાં વાયોરને લગતા તમામ ગામોના લોકો હોળી જોવા આવે છે બીજા દિવસે રંગેચંગે ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવે છે જેમાં વાયોર ગૌ સેવા સમિતિ દ્વારા ધરોધર દુકાનો પર જ‌ઈ ગાયોના ધાસચારા માટે જે યથાશક્તિ ફાળો ઉઘરાવવામાં આવે છે અને ગાયોને ઘાસચારો અપાય છે. આવી રીતે અબડાસાના વાયોર ગામે શાસ્ત્રોક્ત રીતે રીત રિવાજ મુજબ હોળી દહન અને રંગોના પર્વ ધુળેટી મનાવવામાં આવે છે.

અહેવાલ : જાડેજા કિશોરસિંહ જીવણજી વાયોર
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

અબડાસાના ધારાસભ્યની વાત સરકાર સાંભળતી નથી…!!

Kutch Kanoon And Crime

ક્ચ્છ મોરબીના સાંસદના ભાણેજની હત્યા કે પછી આત્મઘાતી પગલું..?

Kutch Kanoon And Crime

કચ્છ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અમિત અરોરાએ કચ્છના લોકોને વધુમાં વધુ મતદાન કરવા કચ્છી ભાષામાં અપીલ કરી

Kutch Kanoon And Crime

Leave a comment