Kutch Kanoon And Crime
Breaking NewsBhujCrimeGujaratKutch

ભુજના હમીરસર તળાવમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો

ભુજના હમીરસર તળાવમાં પાણીની સપાટી ઉપર એક મૃતદેહ તરી રહ્યા હોવાનું સ્થાનિક લોકોને નજરે ચડતા સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ભુજ એ/ડિવિઝન પોલીસે ફાયર ટીમની મદદ વડે મૃતદેહને તળાવના પાણીમાંથી બહાર કાઢી કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવ આત્મહત્યાનો કે અકસ્માત મોત છે તે જાણી શકાયું નથી પરંતુ હાલ પોલીસે મૃતદેહનો કબ્જો લઈ આગળની તપાસ હાથ ધરી છે. હાલ મરણ જનાર કોણ છે તે જાણી શકાયું નથી પોલીસે આકસ્મિક ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે. ફાયર ટીમની મદદથી પાણીમાંથી મૃતદેહ બહાર કઢાયો હતો. આ કામગીરીમાં ફાયર ટીમના જીગ્નેશ જેઠવા, ઈસ્માઈલ જત, સુનિલ મકવાણા, જગા રબારી, ભરતસિંહ જાડેજા, ફાયર ટ્રેઈની સ્ટાફ જોડાયો હતો.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

કચ્છી ભાષામાં મતદાન જાગૃતિ માટેની અપીલ કરનારા માન. શ્રી અમિત અરોરા સાહેબ જે તે સમય રાજકોટમાં એક અપીલ કરી હોત તો, નિર્દોષ લોકો બચી ગયા હોત…

Kutch Kanoon And Crime

રાત્રે માંડવી લઈ જવાતા અંગ્રેજી શરાબના જથ્થા સાથે તુફાન ચાલક પકડાયો સહ આરોપી નાસી ગયો

Kutch Kanoon And Crime

નાપાક છ પાકિસ્તાનીઆે સાથે જખૌ નજીક દરિયામાંથી ૪૦૦ કરોડના હેરોઇનનો જથ્થો ઝડપાયો

Kutch Kanoon And Crime

Leave a comment