અંજાર ગાંધીધામ બાય પાસ હાઇવે પર આવેલ અતિ પ્રાચીન મંદિર શ્રી મકલેશ્વર મહાદેવ મંદિરને ફરી પાછો તસ્કરોએ નિશાન બનાવ્યો છે. થોડા સમય પહેલા અહી મકલેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી અને તોડ ફોડનો બનાવ બન્યો હતો ત્યાર બાદ ફરી પાછો આ મંદિરને તસ્કર ટોળકી દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યું છે. મંદિરમાં લગાડેલ સીસીટીવી કેમેરામા બે જણાં કેદ થયા છે પૂર્વ કચ્છ એલસીબી પી.આઇ., એમ એમ. જાડેજા સ્ટાફ સાથે તેમજ અંજાર પોલીસ સ્ટેશન પી.આઇ., સિસોદિયા સ્ટાફ સાથે ઘટના સ્થળે તપાસની આરંભી છે. પ્રાથમિક તપાસમાં મંદિરમાંથી દાન પેટી, થોડી ઘણી રોકડ રકમ, તેમજ ચાંદીના છત્તર, પંચવટી નાગદેવતા તસ્કરો ઉપાડી ગયા છે.
અહેવાલ : દિનેશ જોગી પૂર્વ કચ્છ
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334