Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGandhidhamGujaratKutchSpecial Story

આદિપુરની સિંધી પરિણીતા રેશમા ભંભાણીની હત્યાનો ભેદ બંધ જ રહી જશે…?

ગત તારીખ 29’મી ડિસેમ્બરે મોડી સાંજે કોઈ અગમ્ય સંજોગોમાં પોતાના ઘરેથી ગુમ થયેલી અને બીજા દિવસે અંજાર નજીકના મેઘપર કુંભારડી પાસે અવાવરું જગ્યાએથી હત્યા કરાયેલી લાશ મળી આવી, એ રેશમા ભરત ભંભાણીની હત્યા થયાને લગભગ પાંચ દિવસ વીતી ગયા બાદ હત્યારાના નથી સુરાગ મળ્યા, કે હત્યાનું કારણ પણ સ્પષ્ટ નથી થયું, છતાં પણ ચારે તરફ આ મામલે મૌન સિવાય ગયું છે. ત્યારે પ્રશ્ન એ જરૂર થાય કે રેશમા ભંભાણીની હત્યાનો ભેદ કાયમ માટે બંધ રહી જશે…? આ અને એવા અનેક સવાલ રહસ્યમય આ હત્યા પ્રશ્ને ચર્ચાની એરણે ચડ્યા છે રેશ્માની હત્યાને પાંચ દિવસથી વધુ સમય થવા છતાં આ હત્યાનો ભેદ ઉકેલાયો નથી તેમ છતાં પણ ન તો મૃતકના પરિવારજનો દ્વારા, કે ન તો આદિપુર ગાંધીધામ સિંધી સમાજ દ્વારા હરફ ઉચ્ચારાયો છે, કે આદિપુર ગાંધીધામના મહિલા સંગઠનો દ્વારા પણ આ પ્રશ્ને મૌન સીવી લેવાયું છે જેનાથી આ હત્યા પ્રશ્ને અનેક રહસ્યો સર્જાવા લાગ્યા છે બે સંતાનોની માતા અને આદિપુરની ભદ્ર સોસાયટી એવી સિંધુ વર્ષા સોસાયટીમાં રહેતી આ પરિણીતાની હત્યા પાછળના કારણો અને આરોપીઓ સિંધી સમાજ પર ભારે પડતા દેખાઈ રહ્યા હોય તેવી ચર્ચાઓ થવા લાગી છે તો પોલીસ પ્રશાસનનું મૌન પણ આ મામલે અનેકને અકડાવી રહ્યું છે આ બાબતે ઉચ્ચસ્તરીય તપાસની જરૂર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલે આગળ ન વધવા પોલીસ પર દબાણ હોવાનું પણ મનાય છે ત્યારે આ પ્રકરણમાં ખરેખર તપાસ કરવાની જરૂર છે જેથી સત્ય હકીકત સામે આવી શકે, આશ્ચર્યની બાબતે છે કે આ ઘટના રહસ્યમય હોવા છતાં કચ્છનું મીડિયા પણ મૌન બની ગયું છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે હત્યાની આ ઘટના પાછળ ચોકાવનારો વળાંક આવી શકે તેમ મનાય છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

R.R.Cell ભુજની ટીમે બનાસકાંઠામાં સ્વીફ્ટ કારના દરવાજામાં છુપાવેલ દારૂ સાથે બે રાજસ્થાની શખ્સોને ઝડપી લીધો

Kutch Kanoon And Crime

કચ્છ જિલ્લા ભાજપ આગેવાનો દ્વારા પ્રગતિ પથ યાત્રાને પ્રસ્થાન કરાયું…

ભુજમાં વૃદ્ધા પાસેથી લૂંટને અંજામ આપનાર પડોશી દંપતી સહિત ત્રણ પકડાયા

Leave a comment