Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMandvi

માંડવી તાલુકાના બીદડા ગામે 14 વર્ષીય સગીરનું વીજ કરંટથી મોત નિપજ્યુ

તારીખ 4ના બપોરના ભાગે મફત નગરી વિસ્તારમાં જખ દાદા મંદીર પાસે ક્રિકેટ ગ્રાઉન્ડ બાજુમાં એક PGVCLનાં થાંભલાનો લટકતો વાયર બાજુની કાંટાની જાળીને પણ સ્પર્શતો હતો ત્યાં ક્રિકેટ રમી રહેલા બાળકોમાં સાગર શિવજી સંઘાર નામના સગીર બાળક ઝાડીમાં હિચકો ખાવા જતા અચાનક તેને વીજ કરંટ લાગી જતા તેને તાત્કાલિક સ્થાનિક સગીર મિત્રો સારવાર માટે લઈ ગયા હતા અને તેના સગા સંબંધીઓને જાણ કરી હતી.

વધુ સારવાર માટે સગીર બાળક સાગરને માંડવી લઇ અવાતા ફરજ પરના તબીબે સગીર બાળક સાગરને મૃત જાહેર કર્યું હતું. ત્યાર બાદ ગ્રામજનોએ GEB ની બેદરકારી સામે રોષ વ્યક્ત કરી સ્થાનિક માંડવી પોલીસમાં ફરિયાદ દાખલ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. માંડવી પોલીસ દ્વારા જાણવાજોગ ફરિયાદ દાખલ કરી આગળની પ્રોસીઝર હાથ ધરી છે.

 

સ્ટોરી સુનીલ મોતા દ્વારા

પ્રકાશીત નીતેશ ગોર – 9825842334

Related posts

મુન્દ્રા કસ્ટોડિયલ ડેથના ફરાર આરોપીઓ પૈકી એક આરોપી એવા પોલીસ કર્મીને એટીએસે ઝડપી પાડયો…

Kutch Kanoon And Crime

ભુજ બી/ડિવિઝન પોલીસે એક્ટિવા ચોરનાર રીઢા અપરાધીની અટક કરી

Kutch Kanoon And Crime

અબડાસાના હાજાપર ગામના જરુરતમંદ પરીવારોની મદદએ આવ્યા કોઠારા પી.એસ.આઈ જાડેજા

Kutch Kanoon And Crime

Leave a comment