Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaCrimeGujaratKutch

અબડાસાના મોટી સિંધોડી દરિયા કિનારેથી માદક પદાર્થના બે પેકેટ મળી આવતા મરીન પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ

ગઈકાલે લખપત તાલુકાના દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં મળી આવેલ ચરસના બે પેકેટ બાદ હવે અબડાસા તાલુકાના મોટી સિંધોડી દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં માદક પદાર્થના બે પેકેટ મળી આવતા ચકચાર મચી ગઇ છે. આજે બપોરે મોટી સિંધોડી નજીકના દરિયાકાંઠે આવેલ જખ દાદાના સ્થાનક પાસે બે બિનવારસુ હાલતમાં માદક પદાર્થના પેકેટ મળી આવ્યા છે આ બંને પેકેટ કબજે કરી જખો મરીન પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ છે કચ્છ જિલ્લામાં લાંબા સમયના અંતરે દરિયાઇ વિસ્તારમાંથી ફરીથી બિનવારસી હાલતમાં ચરસ જેવા માદક પદાર્થના પેકેટ મળી આવવાના શીલશિલાએ અનેક તર્ક વિતર્ક વહેતા કર્યા છે સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સતત કચ્છના દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં મળી આવતા માદક પદાર્થના પેકેટોને લઈને આ વિસ્તારમાં ડ્રગ્સ માફિયાઓ સક્રિય થયાની આશંકા સેવાઈ રહી છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

માંડવી થી અંબાજી જતી એસટી બસમાં ઝેરી દવા પી યુવક યુવતીની આત્મહત્યા

Kutch Kanoon And Crime

શાસન, સતા અને “ભાગલા”… હિન્દૂ મુસ્લિમના “ભાગલા”…! અને હવે (સોશિયલ ડિસ્ટન્સ) માણસ માણસના “ભાગલા”..?

Kutch Kanoon And Crime

LCB પોલીસે મુન્દ્રા પોલીસ અને મરીન પોલીસ સ્ટેશને નોંધાયેલ રાયોટીંગ અને એનડીપીએસ ગુનામાં ફરાર સાડાઉના કાદરશા સૈયદને પકડી પાડ્યો

Kutch Kanoon And Crime

Leave a comment