આ અંગેની જાણવા મળતી વિગતો મુજબ મુન્દ્રા તાલુકા ગુંદાલા ગામ પાસે કચ્છ યુવક સંઘના પૂર્વ પ્રમુખ કોમલભાઈ છેડા અને તેમના પત્ની તારાબેન છેડા જઈ રહ્યા હતા. ત્યારે ગુંદાલા ગામ પાસે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં અકસ્માત સર્જાયો હતો જેમાં કારને પાછળથી કોઈ વાહનની જોરદાર ટક્કર લાગી હતી જેમાં ૬૬ વર્ષિય તારાબેનનું નિધન થયું હતું. જયારે માર્ગ અકસ્માતમાં કોમલભાઈ છેડાને ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતની જાણ મુંદરા પોલીસ સ્ટેશન કરાઈ હતી. જેના પગલે મુન્દ્રા કોસ્ટલ પોલીસ મથકના PSI ગિરીશભાઈ વાણીયા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અકસ્માતની ઘટનાના સમાચાર મળતા મુન્દ્રા ભાજપના વાલજીભાઈ ટાપરિયા, વિનુભાઈ થાનકી હોસ્પિટલે દોળી ગયા હતા.
અહેવાલ : સમીર ગોર મુન્દ્રા
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334