Kutch Kanoon And Crime
Breaking NewsGujaratPoliticsSpecial Story

વિધાનસભા અધ્યક્ષ પદ માટે ડો. નીમાબેન આચાર્યએ ફોર્મ ભર્યું

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષપદ માટે આજે ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએફોર્મ રજૂ કર્યું હતું. ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે નામ લખાશે એવા ડોક્ટર નીમાબેન આચાર્યએ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું ત્યારે સંસદીય બાબતોના મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી મુખ્ય દંડક શ્રી પંકજકુમાર દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. એ સાથે જ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદે કચ્છના ધારાસભ્યને તક મળી છે ડોક્ટર નીમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના કચ્છી તરીકે ત્રીજા ધારાસભ્ય છે જેઓ વિધાનસભા અધ્યક્ષ પદ સુધી પહોંચ્યા છે અગાઉ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ તરીકે સ્વ. કુંદનલાલ ધોળકિયા અને સ્વ. ધીરુભાઈ શાહ વિધાનસભા અધ્યક્ષ પદે રહી સફળતાપૂર્વક કામગીરી કરી ચુક્યા છે. દરમિયાન ડોક્ટર નીમાબેન આચાર્યએ અધ્યક્ષપદ માટે ફોર્મ રજુ કરતા અને સર્વ સંમતિથી અધ્યક્ષ થતા હોઇ નિયમ અનુસાર શ્રીમતી આચાર્યએ ભારતીય જનતા પાર્ટી પક્ષમાંથી પણ રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે વિધાનસભા અધ્યક્ષ પદ બંધારણીય હોદ્દો હોઇ અધ્યક્ષ પદે બેસનાર વ્યક્તિ કોઈ પક્ષ સાથે જોડાયેલો ન હોવો જોઈએ તેવી બંધારણમાં જોગવાઈ છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

7’મી ડિસેમ્બર શનિવારે મુંબઈના બોરિવલીમાં આયોજીત ઝરુખો કાર્યક્રમનું આયોજન…

Kutch Kanoon And Crime

સરકારી અજીબ નિયમોમાં ખાટલા/બાટલાની રામાયણમા નવરા થઈએ તો રોટલાની રામાયણ ઉભી છે..!

Kutch Kanoon And Crime

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત વિશ્વ યુવા સંમેલન યોજાયું

Kutch Kanoon And Crime

Leave a comment